Home» Sports» Indoor Games» Saina nehwal out of hong kong open series

સાઇના હોંગકોંગ સુપર સીરીઝમાંથી બહાર

એજન્સી | November 21, 2013, 02:36 PM IST

હોંગકોંગ :

ભારતની બેડમિન્ટર સ્ટાર ખેલાડી સાઇના નેહવાલ યોનેક્સ સનરાઇઝ હોંગકોંગ ઓપન-2013 સીરીઝમાંથી બહાર થઇ ગઇ છે. સાઇનાને અહી રમાયેલ બીજા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો છે. હોંગકોંગ ખાતેના કોલોસિયમના કોર્ટ નંબર 2માં રમાયેલ બીજા રાઉન્ડમાં થાઇલેન્ડની સાતમાં નંબરની ખેલાડી કી પોર્નટિપ બીએ 21-17, 9-21, 21-15થી હાર આપી હતી. 

 
સાઇના અને થાઇલેન્ડ ખેલાડી વચ્ચે આ મેચ 50 મીનીટ સુધી ચાલી હતી. આ અગાઉ સાઇનાએ પ્રથમ રાઉન્ડમાં ઇન્ડોનેશિયાની ખેલાડીને 21-14, 21-16 થી હાર આપી હતી. આ સાથે સાઇનાનું આવર્ષનું પ્રથમ ટાઇટલ જીતવાનું સ્વપ્નું રોળાઇ ગયું હતુ. જ્યારે અન્ય મેન્સ વિભાગમાં અજય જયરામને પણ હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે જ હોંગકોંગ ટૂર્નામેન્ટમાં ભારતનું અભિયાન પણ પૂર્ણ થઇ ગયું છે.
 
 
 
 
 
DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %