Home» Sports» Indoor Games» P v sindhu win singal national badminton championship

પીવી સિંધુ બની રાષ્ટ્રીય બેડમિંટન ચેમ્પિયન

એજન્સી | December 23, 2013, 06:04 PM IST

નવી દિલ્હી :

બેડમિંટન ભારતીય સ્ટાર ખેલાડી પીવી સિંધુએ 78મી સીનિયર રાષ્ટ્રીય બેડમિંટન ચેમ્પિયનશિપની વિમેન્સ સિંગલ ટાઇટલ જીતી લીધું છે. સિંધુએ ટાઇટલ માટે રમાયેલી મેચમાં રિતુપર્ણા દાસને પરાજય આપ્યો હતો. ટૂર્નામેન્ટની બીજા નંબરની ખેલાડી સિંધુ એ સિરી ફોર્ટ ગેમ પરિસરમાં રમાયેલ ટાઇટલ મુકાબલમાં 15મું સ્થાન ધરાવતી દાસને 21-11, 21-17થી પરાજય આપ્યો હતો. આ મેચ 30 મિનીટ સુધી ચાલી હતી.

 
ઉલ્લેખનીય છે કે 15મા નંબરની ખેલાડી દાસે સેમીફાઇનલમાં વર્તમાન ચેમ્પિયન સાયલી ગોખલને હરાવીને એક મેજર અપસેટ કર્યો હતો પરંતુ ફાઇનલમાં તેનો પી વી સિંધુ સામે પરાજય થઇ ગયો હતો. જો કે તેમ છતાં વિવચકોના મતે દાસ એક નવી ઉભરી રહેલી ખેલાડી તરીકે પોતાની આગવી છાપ છોડવામાં સફળ રહી છે. 
 
DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %