Home» Sports» Indoor Games» Pv sindhu shines bright in macau lifts second grand prix title

સિંધુએ જીત્યું મકાઉ ઓપન ટાઇટલ

એજન્સી | December 02, 2013, 06:15 PM IST

મકાઉ :

ભારતની બેડમિંટન સ્ટાર ખેલાડી પી વી સિંધુએ પોતાનું શાનદાર ફોર્મને યથાવત્  રાખતાં મકાઉ ઓપનની ગ્રાં પ્રી ગોલ્ડ ટૂર્નામેન્ટની વિમેન્સ સિંગલ ફાઇનલમાં કેનાડાની મિશેલ લીને હાર આપી હતી. ભારતીય સ્ટાર ખેલાડી સિંધુએ ફાઇનલ મેચમાં મિશેલને 37 મીનીટમાં હાર આપી હતી. તેણે આ ફાઇનલ મેચમાં 21-15, 21-15થી પરાજય આપ્યો હતો.

 
આ વર્ષે અર્જુન એવોર્ડ મેળવનાર સિંધુએ ફાઇનલ મેચમાં શરૂઆતથી પકડ મજબુત કરી લીધી હતી. તેણે પોતાની પ્રતિસ્પર્ધી કેનેડાની ખેલાડીને કોઇ તક આપી નહોતી. સિંધુએ પહેલા ચરણની રમતમાં જ બે મિનીટમાં 7-0ની ધમાકેદાર શરૂઆત કરી દીધી હતી. ત્યાર બાદ તેણે વિરોધી ટીમની ખેલાડીને રમતમાં પાછા આવવાની તક આપી નહોતી. જો કે મિશેલ 6-9ના સ્કોર પર સિંધુ વચ્ચેનું અંતર ઓછુ કરવામાં સફળ રહી હતી પરંતુ ભારતીય ખેલાડીએ પોતાની શાનદાર રમત દાખવતાં પહેલું ચરણ માત્ર 16 મીનિટમાં જ 21-15થી જીતી લીધું હતું.
 
 
 
DT/MS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %