Home» Sports» Indoor Games» Saina enter quarters in denmark super series

સાઇના ડેન્માર્ક ઓપનની ક્વાટર ફાઇનલમાં

એજન્સી | October 18, 2013, 07:38 PM IST

ડેન્માર્ક : ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી સાઈના નેહવાલ મહિલા સિંગલ સ્પર્ધામાં સ્કોટલેન્ડની કિરસ્તી ગીલમુરને પરાજય આપીને ડેન્માર્ક સુપર સીરીઝની ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. સાઈનાએ ગીલમુરને 21-12, 21-7થી હાર આપી હતી. આ મેચ ફક્ત 30 મિનીટ જ ચાલી હતી.

આ પહેલા બે ભારતીય ખેલાડીઓ વચ્ચે થયેલ મુકાબલામાં આર એમ વી ગુરુસાઈદે અજય જયરામને 21-15, 21-16થી હાર આપી હતી. આ મેચ પણ 35 મિનીટ ચાલી હતી.

ભારતના અન્ય મેન્સ સ્ટાર ખેલાડી ખેલાડી પી કશ્યપને હારનો સામનો કરવો પડ્યો. વિશ્વના પાંચમાં ક્રમના ડેન્માર્કના ખેલાડી જોન જોગર્સસે તેને 11-21, 15-21થી હાર આપી હતી. કશ્યપે મેચમાં પુનરાગમન કરવા ઘણો સંધર્ષ કર્યો પણ તે મેચ ન જીતી શકાયો.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %