Home» Business» General» Rbi increased repo rate

ઇએમઆઇ વધશે, આરબીઆઇએ વ્યાજદર વધાર્યા

એજન્સી | January 28, 2014, 01:27 PM IST

નવી દિલ્હી :

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ( આરબીઆઈ ) દ્રારા ફરી એક વખત બજારને ઝટકો આપ્યો છે. રિઝર્વ બેંક દ્રારા ત્રીજી નાણાકીય નીતિની સમીક્ષાને જાહેર કરતી વખતે રેપો રેટને 0.25 ટકા વધારી દેવામાં આવ્યો છે. આ વધારા સાથે રેપો રેટ 8 ટકા સુધી પહોંચી ગયો છે. આ પહેલા તે 7.75 ટકા હતો.

આરબીઆઈ દ્રારા આ ઘોષણા મોંઘવારીના દરને જોઈને કરવામાં આવી છે. ત્યાર બાદ હવે વ્યાજ દરોમાં વધારો થવાનો ખતરો વધી જવા પામ્યો છે.આરબીઆઈ દ્રારા સીઆરઆરમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. જેને  ચાર ટકા  જ રાખવામાં આવ્યો છે.

રેપો રેટ તે દર  છે જેમાં બેંક નિશ્ચિત સમય સુધી રિઝર્વ બેંક પાસેથી ઋણ લઈ શકે છે. બેંક દ્રારા તેને 7.75 ટાકથી વધારેને આઠ ટકા કરી દેવામાં આવી છે. જે કારણોસર રિવર્સ રેપો રેટ દર 6.75 ટકાથી વધીને 7 ટકાએ પહોંચી ગયો છે. રિવર્સ રેપો રેટ તે દરે છે. જેમાં રિઝર્વ બેંક બીજી બેંકોને નિશ્ચિત સમય માટે ઉધાર નાણાં આપે છે.

આરબીઆઇનું કહેવુ છે  કે નાણાકીય વર્ષ 2015માં જીડીપી ગ્રોથ 5 થી 6 ટકા રહેવાનું અનુમાન છે. જો કે મોંઘવારી દરનું જોખમ યથાવત્ છે. જેના લીધે વ્યાજદર વધારવામા આવ્યા છે. જો કે મોંઘવારી ઝડપથી કાબૂમાં આવશે તો વ્યાજ દર વધારવામાં નહી આવે.

આરબીઆઇનાં ગવર્નર રઘુરામ રાજને કહ્યુ કે સીપીઆઇ મોંઘવારી દર વધારે છે, જેને ઘટાડવાની જરૂર છે. વડાપ્રધાનની આર્થિક સલાહકાર સમિતીનાં ચેરમેન સી.રંગરાજને ગવર્નર રઘુરામ રાજનનાં નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે. તેમણે કહ્યુ કે આરબીઆઇનું ફોક્સ હવે હોલસેલ મોંઘવારી દરથી હટીને રિટેઇલ મોંઘવારી દર તરફ છે. જો મોંઘવારી દર કાબૂમાં આવશે તો વ્યાજ દરમાં આ અંતિમ વધારો હશે.

RP/DP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %