Home» Women» Cooking» Rava idli

પૌષ્ટિક રવા ઇડલી

જીજીએન ટીમ દ્વારા | September 17, 2012, 04:40 PM IST

અમદાવાદ :
સામગ્રી
1 કપ સોજી
3 ટે.સ્પૂન દેશી ઘી
½ કપ ખાટું દહીં
2 ટી. સ્પૂન તાજી સમારેલી કોથમીર
2 લીલાં મરચાં
½ ટી.સ્પૂન રાઈ
½ ટી.સ્પૂન જીરું
½ ટી.સ્પૂન મરી પાઉડર
7-8 મીઠાં લીમડાનાં પાન
10-12 કાજુ
મીઠું સ્વાદ પ્રમાણે
અડધી ચમચી ખાવાનો સોડા


રીત :
 

નોન સ્ટિક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે સોજી શેકી લેવો.
સોજી આછા સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકાવા દેવો.
સોજીને બાઉલમાં ઠંડો થવા દો. સોજી ઠંડો થાય એટલે તેમાં દહીં મિક્સ કરો.
તાજી કોથમીર અને મરચું સમારી લેવા. ત્યાર બાદ એક પેનમાં થોડું ઘી ગરમ કરીને તેમાં રાઇ તતડાવી લેવી. રાઇ તતડે એટલે ગેસ બંધ કરીને તેલમાં કાજું સાતળી લેવાં.
પછી તેમાં મીઠો લીમડો નાખીને વઘાર તૈયાર કરી દેવો.
આ વઘારને ઇડલીના મિશ્રણમાં નાંખી દેવો.
ત્યારબાદ ઇડલીના ખીરામાં જરૂર મુજબનું પાણી,મીઠું અને ખાવાનો સોડા નાંખીને ખીરું બરાબર હલાવી લેવું.
ત્યાર બાદ ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને તેમાં ખીરું પાથરી વરાળથી ઇડલી બફાવા દેવી.
ઇડલી તૈયાર થઈ જાય એટલે સ્ટેન્ડમાંથી કાઢીને  સાંભાર અથવા તો નાળિયેરની ચટણી સાથે સર્વ કરવી.



MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %