Home» Women» Cooking» Caterers makes learn new recipe

કેટરર્સ શીખ્યા રેસિપીના પાઠ

જીજીએન ટીમ દ્વારા | April 15, 2013, 12:27 PM IST

અમદાવાદ :

અમદાવાદમાં ધીરે ધીરે કેટરર્સ માર્કેટ જે રીતે ડેવલપ થઈ રહ્યું છે તે જોતા તેઓ દરેક નવા પ્રયોગો માટે તૈયાર રહે છે. એટલે અમદાવાદમાં જુદી જુદી અન્ય પ્રવૃત્તિઓની સાથે સાથે ખાદ્યપદાર્થ સંબંધિત કાયક્રમોનું પણ અનોખું આયોજન થઈ રહ્યું છે.

તાજેતરમાં જ અમદાવાદમાં બોડકદેવ ખાતે એક કેટરિંગ મીટનું આયોજન થયું હતું. જેમાં આશરે 55થી 60 જેટલા અમદાવાદના જુદા જુદા પ્રખ્યાત કેટરર્સ એકત્ર થયા હતા. અને તેઓએ રસપૂર્વક જાણ્યું હતું કે, રીચ ક્રીમની મદદથી તેઓ પોતાની રેસિપીને કેટલી વધારે સ્વાદિષ્ટ બનાવી શકે છે. નોન ડેરી ક્રીમને જુદી જુદી રેસિપીમાં કેવી રીતે વાપરી શકાય. ક્રીમ વડે બનતી વાનગીઓના લાઇવ ડેમો દરમિયાન હાજર રહેલા કેટર્સને એ વાનગીઓ ચખાડવામાં પણ આવી હતી. જેથી તેઓ રેસિપીના સ્વાદ અંગે પૂરતી માહિતી મેળવી શકે.

રીચ ગ્રેવિસના સેલ્સ એક્ઝિક્યુટિવ રવીન્દ્ર મકવાણાએ જણાવ્યું હતું કે, અમે આ ખાસ પ્રકારના નોન ડેરી ક્રીમનો કેટરર્સને પરિચય કરાવવા માંગતા હતા, કારણ કે આ રીચ ક્રીમ વિશ્વના 72 દેશોમાં વપરાય છે હવે, અહીં ગુજરાતમાં પણ કેટરર્સ તેનો ઉપયોગ ભારતીય વ્યંજનોથી માંડીને, રશિયન સલાડ, સ્મૂધી અને આઇસ્ક્રીમમાં જેવી વિવિધ રેસિપીમાં કરી શકશે. આ ઉપરાંત માયોનિઝની જગ્યાએ પણ રીચ ક્રીમનો ઉપયોગ થઈ શકશે.

કેટરર્સ મીટમાં હાજર રહેલાં તમામ કેટરર્સને એ શીખવામાં રસ પડ્યો હતો કે તેઓ રીચ ક્રીમનો ઉપયોગ કરીને પોતાના ગ્રાહકો માટે કેવી રીતે વધારે સ્વાદિષ્ટ વાનગીઓ બનાવી શકશે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %