સામગ્રી :
500 ગ્રામ નાના બટાકા
1 ટીસ્પૂન જીરૂ-
ચપટીક હિંગ
2 ડુંગળી ઝીણી સમારેલી
1 ટીસ્પૂન આદુ અને લસણની પેસ્ટ
3 ક્રશ કરેલા ટામેટાં
1 ટે.સ્પૂન લાલ મરચું પાઉડર
1 ટે.સ્પૂન ધાણાજીરૂ
1 ટેસ્પૂન જીરૂ પાઉડર
અડધી ચમચી હળદર
અડધી ચમચી ગરમ મસાલો
મીઠું સ્વાદ પ્રમાણે
તેલ તળવા માટે
1 ટે.સ્પૂન રાઇનું તેલ
રીત :
બટાકાને ધોઇને તેની છાલ ઉતારી લેવી. અને તેમાં કાંટાની મદદથી કાણાં પાડી લેવા
કાણાં પાડેલાં બટાકાને પંદર મિનિટ સુધી મીઠાના પાણીમાં બોળી રાખવા. પંદર મિનિટ બાદ બટાકા કોરા રૂમાલમાં કાઢીલેવા અને કોરાં પડવા દેવા.
હવે એક પેનમાં તેલ રગમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં બટાકાને ડીપ ફ્રાય કરો. જ્યારે બટાકા ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યારે તેને તે બટાકાને ધીરે ધીરે બહાર કાઢીને પેપર નેપકીનમાં મૂકવા જેથી વધારાનું તેલ શોષાઈ જાય.
હવે પેનમાં રાઇનું તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરૂ અને હીંગ નાખો.
જીરૂ તતડી જાય એટલે તેમાં ડુંગળી તથા ટામેટા સાંતળવા માટે ઉમેરો. ડુંગળી ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી સાંતળવી.
ત્યાર બાદ તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરીને બે ત્રણ મિનિટ સુધી સાંતળવું.
હવે દમઆલુમાં મીઠું, જીરૂનો પાઉડર, ધાણાજીરૂનો પાઉડર, હળદરનો પાઉડર, લાલ મરચું નાખીને બરાબર હલાવો .
હવે તેમાં તળેલા બટાકા નાખીને દમ આલુનું શાક બરાબર હલાવી લેવું. શાકને ત્યાં સુધી હલાવવું જ્યાં સુધી બટાકા ગ્રેવીથી તરબતર ન થઈ જાય.
બટાકા ચડી ગયેલા લાગે ત્યારે શાકમાં ગરમ મસાલો નાખીન શાક હલાવી લેવું.
જ્યારે સર્વ કરવાનું હોય ત્યારે દમ આલુને કોથમીર ભભરાવીને ગમર પરોઠા, પૂરી કે જીરા રાઇસ સાથે સર્વ કરી શકાય.
MP / YS
Reader's Feedback: