રાજકોટ શહેરની વકરતી ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે તંત્ર દ્વારા કમરકસી લેવામાં આવી છે. છેલ્લા બે દિવસથી શહેરના હાર્દસમા એવા 150 ફૂટ રીંગ રોડ ઉપર ફૂટપાથ સહિતની જગ્યાઓએ થયેલ દબાણ દુર કરવા કાર્યવાહી વેગવંતી બનાવવામાં આવી છે. આ ઉપરાંત છેલ્લા બે દિવસથી કોર્પોરેશનની જગ્યા રોકાણ શાખા અને ટ્રાફિક પોલીસની સંયુક્ત કામગીરીથી રેકડીઓ અને લારી ગલ્લાઓ જપ્ત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
રાજકોટના રાજમાર્ગો ઉપર રાહદારીઓને ચાલવા માટે ફૂટપાથ બનાવવામાં આવી છે પરંતુ આ ફૂટપાથ ઉપર લારી ગલ્લાઓ રાખીને ધંધો કરનારા વેપારીઓની સંખ્યા વધી જતા આજુ બાજુમાં ટ્રાફિકની સમસ્યા પણ ખુબ જ વધી ગઈ છે. ત્યારે આ લારી , ગલ્લાઓ હટાવી અને રસ્તાઓ ખુલ્લા કરી ટ્રાફિકની સમસ્યા હળવી કરવા માટે ટ્રાફિક પોલીસ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે કામગીરી હાથ ધરવામાં આવી છે.
છેલ્લા બે દિવસથી શહેરના 150 ફૂટ રીંગ રોડ ઉપર આ કામગીરી વેગવંતી બનાવવામાં આવી છે. તમામ ધંધાર્થીઓની રેકડી , ગલ્લા સહિતની સામગ્રીઓ જપ્ત કરવા કડક વલણ દાખવવામાં આવી રહ્યું છે.
JJ/RP
Reader's Feedback: