સાત વખત ગ્રૈંડ સ્લૈમ વિજેતા ટેનિસ સ્ટાર વીનસ વિલિયમ્સ વર્ષના પહેલા ગ્રૈંડ સ્લૈમ ઑસ્ટ્રેલિયન ઓપનમાં પ્રારંભિક તબક્કે જ હારનો સામનો કરવો પડ્યો છે.મળતી માહિતી અનુસાર, ટેનિસ સ્ટાર વીનસ વિલિયમ્સને રશિયાની એકાતેરિના માકારોવાએ હરાવી દીધી. માકારોવાએ આ મેચ 2-6, 6-4, 6-4 થી જીતી હતી.
પહેલા સેટમાં વીનસ પોતાની ખ્યાતિ પ્રમાણે રમી હતી. પરંતુ તેમણે માકારોવાની સર્વિસ ત્રણ વખત બ્રેક કરી હતી. પરંતુ બીજા સેટમાં વીનસ પોતાના ખેલ પર ધ્યાન લગાવી ન શકી. ત્યાર બાદ વીનસનો ખેલ બગડતો ગયો હતો.
મેચ બાદ વીનસે કહ્યું કે આ જીત માટે માકારોવાને શ્રેય આપવા માગે છે. તે જીત માટે સંકલ્પ કરેલો જ હતો અને જે ખેલમાં દેખાતું હતું .વીનસે 14મી વખથ ઑસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લીધો અને બીજી વખત પહેલા ચરણમાં હારી છે.
RP
Reader's Feedback: