Home» Business» International Trade» Obama presses economic agenda

ઓબામાએ કરી આર્થિક સુધારાની હાકલ

IANS | August 01, 2013, 12:20 PM IST

વોશિંગ્ટન : અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ આર્થિક સુધારાની હાકલ કરીને કહ્યું હતું કે જો આપણે એવું નહી કરીએ તો ભારત અને ચીન જેવા ઉભરતા બજાર કરતાં પણ પાછળ રહી જઈશું.


''જો આપણે આ રોકાણ અને સુધારા નહીં કરીએ તો બાકીના વિશ્વને આગળ વધવા માટે આપણે શ્વેત ઝંડી બતાવીશું. કારણ કે તેઓ આગળ વધી રહ્યા છે. તેઓ પાછળ નથી ખસતાં.'' એમ ઓબામાએ કહ્યું હતું.

તેમણે ઉમેર્યું હતું કે ભારત, ચીન અને જર્મની જેવા દેશો જ્યારે આગળ દોડી રહ્યાં છે ત્યારે અમેરિકા બેસી રહે એ ના ચાલે. જો આપણે કંઈ પણ નહીં કરીએ તો મધ્યમવર્ગને મદદ નહીં કરી શકાય.

વોશિંગ્ટનમાં કેટલીક રાજકીય મડાગાંઠને દૂર કરવા અને કેટલાક સફળ વિચારોને આગળ ધપાવવા કોંગ્રેસને પ્રયાસ કરવાનું કહીને ઓબામાએ કહ્યું હતું કે દેશે નવી નોકરીઓ ઉભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જ્યાં ભાવિ વિકાસ શક્ય હોય તેવા વિસ્તારોમાં ઉદ્યોગો શરૂ કરવા અને સારો પગાર આપવા તેમણે કહ્યું હતું.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %