Home» International» US» Barack obama ukrine visit

બરાક ઓબામાના યૂરોપ પ્રવાસમાં યૂક્રેન મુદ્દો છવાયેલો રહેશે

Agencies | March 22, 2014, 01:30 PM IST

વોશિંગ્ટન :

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામા આગામી સપ્તાહે યૂરોપના પ્રવાસે જઈ રહ્યા છે.  આ પ્રવાસમાં તેમની સાથે વિદેશ મંત્રી જોન કેરી સહિત વિદેશ નીતિના અન્ય રાજકીય નેતાઓ પણ જોડાશે.

યૂરોપ પ્રવાસમાં બહુપક્ષીય તથા દ્વીપક્ષીય બેઠકોમાં યૂક્રેનમાં તાજેતરમાં જ બનેલી ઘટનાઓ સહિતના અનેક મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. જે દરમિયાન તેઓ  પરમાણુ સુરક્ષા શિખર સંમેલન તથા જી7ની બેઠકમાં પણ ભાગ લેશે.  જે બાદ તેઓ રોમ તથા વેટિકન જશે અને ત્યાં પોપ ફ્રાન્સિસને મળશે ત્યાંથી તેઓ સાઉદી અરેબિયાના પ્રવાસે જશે.

રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર સુસન રાઈસે વ્હાઈટ હાઉસમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, પ્રવાસ દરમિયાન રાષ્ટ્રપતિ, આંતરરાષ્ટ્રીય સમુદાય તથા વિશ્વમાં અમારી માટે સૌથી મહત્ત્વપૂર્ણ ભાગીદારોને આવા સમયમાં સંગઠિત કરવાની કોશિશ કરશે.

આ બેઠકમાં યૂક્રેન મુદ્દો જ છવાયેલો રહેશે તેમ માનવામાં આવે છે. સમગ્ર વિશ્વ સ્પષ્ટ રીતે એમ માને છે કે રશિયા ખૂબ ઝડપથી અલગ થઈ રહ્યું છે અને અમેરિકા યૂક્રેનની સરકાર તથા ત્યાંના લોકોને સમર્થન આપવામાં આંતરરાષ્ટ્રીય સ્તરે નેતૃત્વ કરી રહ્યું છે.

MP/PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %