વર્ષ 2014નાં ઑસ્કાર એવોર્ડ સમારોહમાં હોસ્ટ એલન ડેજેનેરસ દ્વારા પોસ્ટ કરવામાં આવેલી સેલ્ફી ટ્વિટર પર સૌથી વધુ વાર રી-ટ્વિટ થનારી તસવીર બની છે. આ ફોટોગ્રાફ પોસ્ટ થયાનાં થોડા જ સમયમાં માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર ક્રેશ થઇ ગઇ.
સેલ્ફી એ તસવીરને કહેવામાં આવે છે જે જાતે જ ખેંચવામાં આવી હોય. આ ફોટોગ્રાફમાં એલન ડેજેનેરસ સહિત હોલિવુડનાં અનેક પ્રખ્યાત સ્ટાર છે.
આ તસવીરમાં જેનિફર લૉરેન્સ, એન્જલિના જોલી, બ્રૈડલી કૂપર, જૂલિયા રૉબર્ટ્સ, મેરિલ સ્ટ્રીપ, કેવિન સ્પેસી અને સર્વશ્રેષ્ઠ સહ અભિનેત્રીનો એવોર્ડ જીતનાર લુપિટા ન્યોંગો છે. ડેજેનેરસની આ સેલ્ફીને સૌથી વધુ રી-ટ્વીટનો અગાઉનો રેકૉર્ડ તોડવા માટે 40 મિનિટ કરતા ઓછો સમય લાગ્યો.
આ પહેલા સૌથી વધુ રી-ટ્વીટ થનારા ફોટોગ્રાફનો રેકૉર્ડ અમેરિકાનાં રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને તેમની પત્ની મિશેલ ઓબામાનાં નામે હતો, જે વર્ષ 2012માં ઓબામાનાં ફરીથી રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા બાદ પોસ્ટ થઇ હતી.
ઑસ્કાર સમારોહ સમાપ્ત થયો ત્યાં સુધી આ સેલેબ્રિટી સેલ્ફીને 20 લાખ કરતા વધુ વખત રી-ટ્વીટ કરવામાં આવી હતી.
DP
Reader's Feedback: