Home» Women» Women Power» Obama nominates woman to lead air force

મહિલાને સોંપાઈ અમેરીકી વાયુસેનાની કમાન

IANS | August 03, 2013, 11:59 AM IST

વોશિંગ્ટન : અમેરીકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ સંરક્ષણ ઉદ્યોગના કાર્યકારી અને પૂર્વ સહાયક સંરક્ષણમંત્રી ડેબોરા લી જેમ્સને સંરક્ષણ મંત્રાલયમાં વાયુસેના મામલાઓના પ્રભારી મંત્રી તરીકે નામાંક્તિ કર્યા છે. તેઓ માઈકલ ડોનલીનું સ્થઆન લેશે જેમણે આ પદ પર પાંચ વર્ષ સેવા આપ્યા પછી જૂનમાં રાજીનામુ આપ્યુ હતુ.

વ્હાઈટ હાઉસમાં અપાયેલા એક નિવેદનમાં ઓબામા દ્વારા જેમ્સને સંરક્ષણ મંત્રાલયમાં વાયુસેના મામલાઓના પ્રભારી મંત્રી તરીકે નામાંક્તિ કર્યા હોવાની જાણકારી આપવામાં આવી છે. જો તેમના નામની પુષ્ટિ સેનેટ તરફથી મળશે તો તેઓ અમેરીકામાં સંરક્ષણ સેવામાં આટલા મોટા પદ પર લોકસેવક તરીકે સેવા આપનારી કેટલીક ચુનંદી મહિલાઓમાંની એક હશે.

વ્હાઈટ હાઉસ દ્વારા અપાયેલા નિવેદનમાં જેમ્સની પ્રશંસા કરતા ઓબામાએ કહ્યુ હતુ કે જનસેવાના ક્ષેત્રમાં તેમનો ઉત્તમ રેકોર્ડ અને ખાનગી ક્ષેત્રમાં તેમની મજબૂત નેતૃત્વ ક્ષમતા તેઓને વાયુસેના મામલાઓના પ્રભારી તરીકે મારા નામાંકનને યોગ્ય બનાવે છે.

JD/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %