ભારતમાં અમેરિકી રાજદૂત નેન્સી પોવેલે નિવૃતિ લીધા બાદ હવે આ પદ પર ગુજરાતી મૂળના ભારતીય-અમેરિકી રાજીવ શાહનું નામ ચર્ચાઈ રહ્યું છે.
41 વર્ષીય ડૉ.રાજીવ શાહ અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કેબિનેટમાં ઉચ્ચસ્તર ધરાવનારા ભારતીય છે. તેમનો જન્મ અમેરિકામાં સ્થાયી થયેલા ગુજરાતી પરિવારને ત્યાં મિશિગનમાં થયો છે. રાજીવ શાહે પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી તબીબી સ્નાતકની ડિગ્રી મેળવી છે. વાર્ટન સ્કૂલ ઓફ બિઝનેસમાંથી તેમણે આરોગ્ય અર્થશાસ્ત્રમાં અનુસ્નાતક થયા છે. તેમણે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં અભ્યાસ કર્યો છે અને યુનિવર્સિટી ઓફ મિશિગનમાંથી સ્નાતકની ડિગ્રી મેળવી છે.
રાજીવ શાહ યુએસએડના 16માં એડમિનિસ્ટ્રેટર છે અને તેમણે 31મી ડિસેમ્બર, 2009માં ઓબામાના કેબિનેટ સભ્ય તરીકે શપથ લીધા હતા.
કામગીરી પર નજર
રાજીવ શાહે સાત વર્ષ સુધી બિલ એન્ડ ગેટ્સ ફાઉન્ડેશનમાં વૈશ્વિક વિકાસ કાર્યક્રમમાં કૃષિ વિકાસના ડારેક્ટર તરીકે કામ કરી ચુક્યા છે.
રાજીવ શાહ બની શકે અમેરિકાની પહેલી પસંદ
રાજીવ શાહ ગુજરાતી મૂળના હોવાને કારણે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશના પીએમ બને તેવી પરિસ્થિતિમાં અમેરિકા સાથેના સંબંધો સામાન્ય કરવાના પ્રયત્નો અસરકારક બની શકે.
મોદી સંદર્ભેની વિઝા નીતિ અને અમેરિકામાં ભારતીય રાજદ્વારી દેવયાની ખોબ્રાગડે સાથે અમેરિકી તંત્રના વ્યવહારથી ઉભા થયેલા રાજદ્વારી તણાવને ઘટાડવા માટે અમેરિકા રાજીવ શાહને ભારત ખાતેના રાજદૂત બનાવે તેવી પ્રબળ શક્યતા.
અમેરિકી સંસદના સીઆરએસ અહેવાલમાં સોમવારે કહેવામાં આવ્યું છે કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બનશે, તો અમેરિકામાં નવ વર્ષથી તેમના પર લાગેલો વિઝા પ્રતિબંધ આપોઆપ દૂર થઈ જશે અને તેમને રાજદ્વારી છૂટ મળશે. જો કે સીઆરએસના રિપોર્ટ અને મંતવ્યો કોંગ્રેસ અથવા અમેરિકી સરકાર માટે બાધ્યકારી નથી.
કોંગ્રેશિયલ રિસર્ચ સર્વિસે અમેરિકી સાંસદોને લખેલા પત્રમાં કહ્યું છે કે મોદી તેમની પાર્ટી ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર છે. મોદી ભારતમાં વડાપ્રધાન પદ માટેના દાવેદારોમાંના એક મનાય છે. જો મોદી ભારતના વડાપ્રધાન બને છે, તો તેઓ પોતાના પ્રવાસોના કોઈપણ હેતુ માટે રાષ્ટ્રના વડાપ્રધાન તરીકે એ-1 રાજદ્વારી વિઝા મેળવવા માટે આપોઆપ યોગ્ય થઈ જશે. વર્ષ-2005માં અમેરિકાએ 2002ના ગુજરાત રમખાણોને કારણે મોદીને વીઝા આપવાનો ઈન્કાર કર્યો હતો અને ત્યાર બાદ અમેરિકાએ પોતાનો આ નિર્ણય હજી સુધી બદલ્યો નથી.
મોદી પીએમ બને તો ?
અમેરિકી સંસદના સીઆરએસ અહેવાલમાં સોમવારે કહેવામાં આવ્યું હતું કે જો નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો અમેરિકામાં નવ વર્ષથી તેમના પર લાગેલો વિઝા પ્રતિબંધ આપોઆપ દૂર થઈ જશે અને તેમને રાજદ્વારી છૂટ મળશે. જો કે સીઆરએસના રિપોર્ટ અને મંતવ્યો કોંગ્રેસ અથવા અમેરિકી સરકાર માટે બાધ્યકારી નથી.
જો લોકસભાની ચૂંટણી બાદ ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ ગ્રહણ કરે તેવી પરિસ્થિતિમાં ગુજરાતી મૂળના રાજીવ શાહ મોદી અને અમેરિકા વચ્ચે એક સેતૂ તરીકે ઘણી અગત્યની ભૂમિકા ભજવી શકે છે.
RP
Reader's Feedback: