અમેરિકાના ભારત ખાતેના રાજદૂત નેન્સી પોવેલે રાજીનામું આપ્યું હોવાની ચાલી રહેલી અટકળો પર અમેરિકાએ સ્પષ્ટતા કરી છે. અમેરિકન વહિવટીતંત્રના ડેપ્યુટી પ્રવક્તા મેરી હાર્ફે રાજીનામા શબ્દનો જોરદાર વિરોધ કર્યો છે અને કહ્યું છે કે આ રાજીનામું નથી. રિટાયરમેન્ટ છે. આ ઉપરાંત ભારપૂર્વક કહ્યું કે આ નિવૃત્તિને હાલના કોઈ મુદ્દા સાથે સંબંધ નથી કે ભારત સાથેના સંબંધોના તનાવને તેની સાથે કોઈ જ સંબંધ નથી.
ઉલ્લેખનીય છેકે દેવયાની ખોબરાગડેના મામલામાં ભારત સાથેના સંબંધોમાં આવેલી કડવાશ અને નરેન્દ્ર મોદી અંગેના મુદ્દાના કારણે નાન્સી પોવેલે ભારતમાંથી પદ છોડવું પડ્યું છે તેવી વાતો ચાલી રહી હતી.
RP
Reader's Feedback: