Home» Youth» Talent» Now orphan youth in indian army

અનાથ યુવાનોને સૈન્યમાં સામેલ કરવા લેવાયેલો નિર્ણય

Agencies | May 25, 2013, 03:13 PM IST

નવી દિલ્હી : ભારતીય સેનાએ અનાથ યુવાનોને સેનામાં ભરતી થવાની તક આપવાનો નિર્ણય કર્યો છે. અને આ નિર્ણય અર્તગત સૈન્યમાં ભરતીના કેટલાક નિયમો હળવા કરવામાં આવ્યા છે. સેનાના મપ્રમુખ જનરલ વિક્રમસિંહે અનાથ યુવાનોની ભરતી કરવા માટેનો નિર્ણય કર્યો છે.

અનાથ યુવાનોને સૈન્યમાં ભરતી થવા માટે જન્મની સાચી તારીખ માતાપિતાના નામ, જાતિ સંબંધી માહિતી કે કુટુંબ સંબંધી માહિતી ભરવામાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને કારણે તેમને સૈન્યમાં સામેલ થવાની તક મળતી ન હતી.

હવે એવી વ્યવસ્થા કરવામાં આવી છે કે, અનાથ યુવાનોએ જન્મ તારીખના પ્રમાણ સ્વરૂપે મેટ્રિકનું પ્રમાણપત્ર આપવાનું રહેશે. આ ઉપરાંત અન્ય નિયમોમાં પણ ઘણી રાહત આપવામાં આવી છે. આ નવા નિયમ પ્રમાણે અનાથ યુવકોના માતા પિતાના સ્થાને ભરતીના સમયે અનાથા આશ્રમના નામે ભરતી સ્વીકરાવામાં આવશે. અને જાતિને બદલે અનાથ યુવકોની જાતિમાં અખિલ ભારતીય અખિલ જાતિ તરીકે લખવામાં આવશે.

ભારતીય સેનામાં જાતિને આધારે રેજિમેન્ટ ગોઠવાતી હોય છે.તેમાં ઇન્ફ્રેટી રેજિમેન્ટમાં અનાથ યુવાનોને ગોઠવવામાં આવશે. આ નવી નીતિને આધારે  અનાથ યુવાનોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. આ નિર્ણયથી સેનામાં ભરતી થનારા યુવાનોની સંખ્યામાં વધારો થાય તેવી શક્યતા છે.


MP / YS

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %