યોગગુરૂ બાબા રામદેવ દ્રારા રવિવારે આયોજીત કરાયેલા યોગ મહોત્સવ કાર્યક્રમમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પધાર્યા હતા. આ આયોજનની પરવાનગી શહીદ દિન નિમિત્તે આપવામાં હતી.જોકે આ યોગ મહોત્સવનું રાજનીતિકરણ થવાના પુરાવા ચૂંટણી અધિકારી સુધી પહોંચી જતાં ચૂંટણી પંચ દ્રારા નોટીસ પાઠવવામાં આવી છે. રામદેવને આ મામલે જવાબ આપવા માટે 27 માર્ચ સુધીની મુદ્દત આપવામાં આવી છે.
રાજ્ય ચૂંટણી પંચે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના પીએમ ઉમેદવાર નરેન્દ્ર મોદીને કાર્યક્રમમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા. પરિણામે આ યોગમહોત્સવ રાજનૈતિક બની ગયો હતો. એટલું જ નહીં આ યોગ મહોત્સવમાં જ યોગ ગુરૂએ ભાજપને 20 કરોડ મત અપાવવાનો વાયદો કર્યો હતો.
ઉત્તર દિલ્હીના ચૂંટણી અધિકારી મોના પ્રુથીએ કહ્યું છે કે અમે શહીદ દિવસ નિમિતે યોગ મહોત્સવનું આયોજન કરવાની પરવાનગી આપી હતી, પરંતુ તેના પર નજર રાખનારા લોકોએ અમને એ વાતના ચોક્કસ પૂરાવા આપ્યા છે કે આ યોગ મહોત્સવનું રાજનીતિકરણ કરવામાં આવ્યું હતું. વઘુમાં તેમણે કહ્યું કે આ યોગ મહોત્સવ સ્પષ્ટરૂપે રાજનૈતિક એજન્ડાવાળો કાર્યક્રમ હતો.
RP
Reader's Feedback: