સામગ્રી
|
|
1 પેકેટ | ઇનસ્ટન્ટ નૂડલ્સ |
3-4 પાન | કોબીનાં |
2 ટે.સ્પૂન | શેકેલી સિંગ |
2 ટે.સ્પૂન | મકાઇના દાણા બાફેલા |
2 ટી.સ્પૂન | સ્વીટ ચિલ્લી સોસ |
2.ટે.સ્પૂન | ફણગાવેલા મગ |
રીત :
![]() |
નૂડલ્સને અધકચરા ક્રશ કરીને નોન સ્ટિક પેનમાં પાણી નાંખીને ઉકાળી લેવા. |
![]() |
હવે નૂડલ્સના પેકેટમાં જે મસાલો આપેલો છે તે પણ નૂડલ્સમાં નાખીને તેને હલાવીને મસાલો બરાબર મિક્સ કરી લેવો. |
![]() |
જ્યાં સુધી વધારાનું પાણી બળે ત્યાં સુધી મગફળીને અધકચરી ક્રશ કરી લેવી. |
![]() |
નૂડલ્સ તૈયાર થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢીને ઠંડા થવા દેવા. ત્યાર બાદ તેમાં મકાઇના બાફેલા દાણા અને ક્રશ કરેલી સિંગ ભભરાવીને સ્વીટ ચિલ્લી સોસ મિક્સ કરી લવો. |
![]() |
કોબીનાં પાનને લઇ તેમાં નૂડલ્સ મૂકવા. તેની ઉપર ફણગાવેલા મગ ભભરાવીને તેને ગોળ અથવા ચોરસ વાળી લેવા. |
![]() |
આ નૂડલ્સ રેપ્સને તમે સોસ સાથે ખાઈ શકો છો. |
નોંધ :
તમને પસંદ હોય અને ઠંડી કે વરસાદની સિઝનમાં ગરમ નૂડલ્સ રેપ્નીસ મજા માણવી હોય તો કોબીનાં પાનને વાળીને તેમાં પૂરણ ભરી, નોન સ્ટિકમાં થોડું તેલ મૂકીને નૂડલ્સ રેપ્સને થોડીવાર બંને બાજુ ફેરવીને ગરમ કરવા.
શિયાળાની સિઝન હોય ત્યારે આ મિશ્રણમાં છીણેલાં ગાજર, લીલી ડુંગળી, કેપ્સિકમ વગેરે નાંખી શકો છો.
સોસ સાથે ગરમ ગરમ નૂડલ્સ રેપ્સ સર્વ કરવા.
MP / YS
Reader's Feedback: