ગત વર્ષે રાજકોટને ભરડામાં લેનાર સ્વાઈન ફ્લુને લીધે ચાર દિવસમાં રાજકોટની સિવિલ હોસ્પીટલમાં બે દર્દીઓના મોત નીપજતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો હતો. બે દર્દીઓના મોત બાદ આજે સિવિલ હોસ્પીટલના સ્વાઈન ફ્લુ વોર્ડમાં વધુ 3 શંકાસ્પદ દર્દીઓ દાખલ થતા આરોગ્ય તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જો કે શિયાળાએ મોડી વિદાય લીધી હોય અને શિયાળાના અંતે વરસાદ પણ ખાબકતા આ રોગના વાઈરસ ફેલાયા હોવાનું અધિક્ષક દ્વારા જણાવવામાં આવ્યું હતું.
શિયાળાની મોદી વિદાય અને અંતમાં પડેલા વરસાદને લીધે ટાઢક વાળા વાતાવરણમાં સ્વાઈન ફ્લુ રોગના વાઈરસ ફેલાયા હોય જેને પગલે અગાઉ પોરબંદરની એક મહિલા અને રાજકોટના એક 45 વર્ષીય દિલીપભાઈ નામના દર્દી નું નીપજતા ભારે ખળભળાટ મચી ગયો હતો.
ચાર દિવસમાં બે દર્દીઓના ટપોટપ મોત નીપજતા તબીબો પણ ચિંતામાં મુકાઈ ગયા હતા. બે દર્દીઓના મોત બાદ આજે શહેરની સિવિલ હોસ્પીટલમાં વધુ સ્વાઈન ફ્લુના 3 શંકાસ્પદ કેશો દાખલ થતા ફરીથી જાહેર પ્રજામાં ચિતાનું મોજું ફરી વળ્યું છે. એક સાથે 3 શંકાસ્પદ દર્દીઓ દાખલ થતા આરોગ્ય તંત્રમાં પણ દોડધામ મચી ગઈ હતી.સ્વાઈન ફ્લુ રોગ માટે સરકારી હોસ્પિટલ તંત્ર દ્વારા તમામ આગમચેતીના પગલા લઇ લેવામાં આવ્યા છે અને તમામ સુવિધાઓ સજ્જ કરી નાખવામાં આવી છે, ત્યારે ખાસ સ્વાઈન ફ્લુ રોગને લગતા લક્ષણો જો દર્શાય તો તાકીદે તબીબોની સલાહ લેવાની સુચના જાહેર જનતાને આપવામાં આવી છે.
JJ/RP
Reader's Feedback: