રાજય સરકાર દ્રારા લોકોમાટે ખુલ્લી મુકવામા આવેલી બીઆરટીએસની સેવાનું સૂરસૂરિયું નીકળી ગયુ છે. કારણ કે જયારથી બીઆરટીએસ દ્રારા ભાડૂ વસૂલવામા આવ્યુ છે ત્યારથી ક્રંમશ લોકોની મુસાફરીની સંખ્યામા ઘટાડો જોવા મળી રહ્યો છે.
ઉધના મેઇન રોડ પર બીઆરટીએસ શરૂ થયા બાદ પહેલા એક મહિનામાં દરરોજ સરેરાશ ૧૩ હજાર લોકોએ સેવાનો લાભ લીધો હતો, પરંતુ જ્યારથી બીઆરટીએસની એસી બસનું ભાડં વસૂલવાનું શરૂ થયું છે ત્યારથી મુસાફરોની સંખ્યામાં ક્રમશ ઘટાડો નોંધાઇ રહ્યો છે. પહેલી માર્ચ સુધી આ સેવા વિનામૂલ્યે દોડાવવામાં આવતા એક મહિનામાં ૪.૨૭ લાખ લોકોએ મુસાફરી કરી હતી. પાલિકાએ પહેલી માર્ચથી એસી બસમાં ભાડાની વસૂલાત શરૂ કરી છે. જોકે, ભાડ ખૂબ મામૂલી હોવા છતાં મુસાફરો ઘટી રહ્યા છે.
ઉધના મેઇન રોડ પર ઉધના દરવાજાથી સચિન રેલવે ઓવરબ્રિજ સુધી રિક્ષાચાલકોએ ભાડામાં ૨૫ ટકાનો ઘટાડો કરી દીધો છે. રિક્ષાનું ભાડ ઘટતા લોકો ફરી રિક્ષા તરફ વળી રહ્યા છે. આ ઉપરાંત રસ્તાના દરેક ખૂણે આડેધડ પાર્ક થયેલી રિક્ષાઓને દૂર કરવાને બદલે ટ્રાફિક પોલીસ અને ટ્રાફિક બ્રિગેડ રિક્ષાઓને છાવરી રહી છે. ચૂંટણી આચારસંહિતાને કારણે પાલિકા અત્યારે બીઆરટીએસની સેવામાં અન્ય કોઇ ફેરફાર કરી શકતી નથી. આચારસંહિતા દૂર થયા બાદ સેવાનો વ્યાપ વધારવા અંગે વિચારણા થશે.
CP/RP
Reader's Feedback: