આજે સૌરાષ્ટ્ર યુનીવર્સીટીમાં સેનેટ સભ્યોની મળેલી મીટીંગમાં કુલપતિ પાડલીયા દ્વારા આચારસંહિતાનો ભંગ કરવામાં આવ્યો હોવાની વાત સાથે કોંગ્રેસ ધારાસભ્ય ઇન્દ્ર્નીલભાઈ રાજગુરૂ તથા શહેર પ્રમુખ સહિતના આગેવાનો અને સેનેટ સભ્યોનું એક જૂથ કલેકટર ને આવેદન પાઠવવા માટે ગયું હતું.
કલેકટર કચેરીમાં પ્રવેશ કરતી વેળાએ બાકી રહી ગયેલા બે થી ત્રણ આગેવાનોને અંદર પ્રવેશ આપવા બાબતે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનની મહિલા પીએસઆઈ ચંદેરાએ ધારાસભ્ય ઇન્દ્ર્નીલભાઈ રાજગુરૂ સાથે અશોભનીય વર્તન કરતા બંને વચ્ચે માથાકૂટ થઇ હતી.
મહિલા પીએસઆઈ ચંદેરાએ ના બોલવાના શબ્દો બોલતા ધારાસભ્ય ઇન્દ્ર્નીલભાઈ રાજગુરૂ પણ એક સમયે રોષે ભરાયા હતા. જો કે સામે મહિલા અધિકારી હોય ધારાસભ્ય ઇન્દ્ર્નીલભાઈ રાજગુરૂએ શાંતિપૂર્ણ રીતે મામલો થાળે પડ્યો હતો, પરંતુ આ અંગે કલેકટરનું ધ્યાન દોરાયું હતું અને જણાવ્યું હતું કે અત્યારે ચુંટણીનો માહોલ હોય આવા સમયે આવા અધિકારીઓને ફરજ ઉપર ન રાખવા જોઈએ. અધિકારીઓની વાણીથી વાતાવરણ બગડે અને ખોટી માથાકૂટ ન થાય તેની તકેદારી લેવી જોઈએ તેવી રજૂઆત કરી હતી.
JJ/RP
Reader's Feedback: