ડાકોરમાં દર વર્ષે યોજાતાં ફાગણી પૂનમના મેળામાં ગુજરાતભરમાંથી લોકો આવે છે. આ મેળામાં પદયાત્રીઓનું આગમન ત્રણ દિવસ પહેલા શરૂ થાય છે. જેની અસર સાફ રીતે રોડ ઉપર દેખાઈ આવે છે. ફાગણી પૂનમના મેળામાં હજારોની સંખ્યામાં લોકો પદયાત્રા કરીને ડાકોર આવતા હોય છે. અને ફાગણી પૂનમના દિવસે લાખોની સંખ્યામાં ડાકોર ખાતે ભેગા થાય છે. ડાકોરના મેળામાં દરેક ઉમરના લોકો ફાગણી પૂનમના મેળા આવે છે. જેમાં નાના બાળકથી લઈને વૃદ્ધો-વડીલોનો પણ સમાવેશ થાય છે.
ખેડા જિલ્લાના જગવિખ્યાત યાત્રાધામ ડાકોર ખાતે આવેલા ભગવાન રણછોડરાયના મંદિરમાં હોળી-ધુળેટીના પાવન અવસર સમયે ત્રણ દિવસીય મેળો યોજાય છે.
આ મેળામાં ભક્તિ, શક્તિ અને સદ્દભાવનાના દર્શન થાય છે. જે લોકો પદયાત્રા કરીને ડાકોરમાં આવે છે. તેમની સેવા માટે ખાસ આયોજન સમગ્ર રૂટમાં જોવા મળે છે.અનેક સંસ્થાઓ, સમાજ અને નાના-મોટા વેપારીઓ પદયાત્રીઓ માટે આયોજન કરે છે. જેથી પદયાત્રાઓને આરામ,નાસ્તા, તેમજ જમવામાં કોઈ તકલીફ ન પડે.
તો બીજી તરફ અમદાવાદમાં ડાકોર પદયાત્રા કરીને જઈ રહેલા ભક્તો માટે મુસ્લિમ પરિવાર દ્રારા ખાસ આયોજન થવા પામ્યું છે. જેથી સદ્દભાવનાની ઝાંખી કરાવનારી આ સેવા લઈને લોકો ખુશીની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. મણિનગર ગોરના કૂવા પાસેથી ડાકોર દર્શને જઈ રહેલા ભક્તોના સંઘને મુસ્લિમ પરિવારો દ્રારા શામિયાણો બનાવીને પાણી તેમજ હળવા નાસ્તાની સેવા પૂરી પાડવામાં આવી રહી છે.
MP/RP
Reader's Feedback: