Home» Crime - Disaster» Crime» Naxalites attack bihar before it starts first phase lok sabh

ચૂંટણી પહેલા બિહારમાં નક્સલી હુમલો

Agencies | April 10, 2014, 11:46 AM IST

પટના :

નક્સલિઓએ શાંતિપૂર્ણ ચૂંટણીના ના થવા દેવાની ધમકીને બિહરાની સરકારને ભારે પડી ગયું છે. અહીની લોકસભા ચૂંટણીના પ્રથમ ભાગની શરૂઆતથી પહેલા જ નક્સલીઓએ આજે સવારે મુંગેર જિલ્લા સ્થિત હવેલી ખડદપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિસ્ફોટ કરી દીધો. આ હુમલામાં સીઆરપીએપના બે સૈનિક શહીદ થઈ ચૂક્યા છે. ઘટનામાં સાત અન્ય જવાનોના ઘાયલ થવાની પણ ખબર છે.

પોલીસના જણાવ્યા મુજબ સીઆરપીએફ ના જવાન સવારે જમુઈ લોકસભાના વિસ્તારમાં ચૂંટણી કરાવવા જઈ રહ્યા હતા, જેવું જ તેમનું વાહન ભીમબાંધ જંગલમાં પહોંચ્યું નક્સલિઓએ વિસ્ફોટક સુરંગમાં વિસ્ફોટ કરી દીધો. ઘટનામાં બે સૈનિક સ્થળ પર જ શહીદ થઈ ગયા. મુંગેરના પોલીસ અધિકારી વરૂણ સિન્હાએ ઘટનાની ખાતરી કરતા જણાવ્યું કે શહીદોમાં બિહારના રવીન્દ્રકુમાર અને કર્ણાટકના સોને ગૌશ્રેય સામેલ છે. તેમણે જણાવ્યું કે બધા જ ઘાયલોના સારવારને માટે ભાગલપુર મોકલી દેવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ ખતરાથી બાહર હોવાની જાણકારી મળી રહી છે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %