છત્તીસગઢના દંતેવાડામાં સીઆરપીએફની ટુકડી ઉપર નક્સલવાદીઓએ હુમલો કર્યો છે. જેમાં પ્રારંભિક તબક્કે 20થી વધારે જવાનો માર્યા ગયા હોવાની આશંકા સેવાઈ રહી હતી. આ ટુકડીમાં સીઆરપીએફના 30 અને સ્થાનિક પોલીસના 14 જવાનો સામેલ હતા.
મળતી માહિતી મુજબ, નક્સલવાદીઓએ પહેલા સુરંગ વિસ્ફોટ કરીને તેમને આંતર્યા હતા. મંગળવારે સવારે ઝૈરમ ઘાટીમાંથી પસાર થઈ રહ્યાં હતા, ત્યારે સવારે લગભગ 10.30 કલાકે હુમલો થયો હતો. સીઆરપીએફના પચાસ જવાનો પસાર થઈ રહ્યાં હતા, ત્યારે તેમની ઉપર હુમલો થયો હતો.
ઉલ્લેખનીય છેકે એપ્રિલ 2010માં અહીં જ નક્સલવાદીઓએ સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં સીઆરપીએફના 76 જવાનો શહિદ થયા હતા.છત્તીસગઢમાં મંગળવારે થયેલો નક્સલી હુમલો કોઈ નવી વાત નથી. આ પહેલા પણ નક્સલીઓ દ્રારા ઘાતક હુમલાઓ થઈ ચૂક્યાં છે. અમુક વખતે સુરંગ વિસ્ફોટ પણ થયા છે.
નક્સીલ હુમલે ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું કે, હું સીઆરપીએફ અને રાજ્ય પોલીસ પર થયેલા નક્સલી હુમલાની નિંદા કર્યું છું. આ દુર્ભાગ્યપૂર્ણ છે. આ વિસ્તારમાં બીજી વખત આટલો મોટો આતંકી હુમલો થયો છે. નક્સલીઓને જવાબ આપવામાં આવશે.
મુખ્યમંત્રી રમન સિંહે આ સુકમા નક્સલી હુમલામાં 16 લોકોના મોતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું કે માઓવાદીઓની સંખ્યા 200ની આસપાસ હતી.
ભાજપના નેતા રવિશંકર પ્રસાદે નક્સલી હુમલા સંદર્ભે કહ્યું કે છત્તીસગઢમાં જે થયું તેની નિંદા કરે છે. રાજ્ના મુખ્યમંત્રી રમન સિંહ દિલ્હીથી પરત આવી રહ્યાં છે. નક્સલી ચૂંટણી પહેલા વાતાવરણ ખરાબ કરવા માગે છે. વિધાનસભાની ચૂંટણી વખતે પણ તેમને આ પ્રકારનો પ્રયાસ કર્યો હતો.
ક્યારે અને ક્યાં થયા હુમલાઓ
25 મે, 2013 - દરભામાં કોંગ્રેસના કાફલા પર હુમલો, 30ના મોત
12 મે, 2013 - સુકમામાં દૂરદર્શન કેન્દ્ર પર હુમલો, ચાર જવાન શહીદ
21, ઓક્ટોમ્બર, 2011 - બસ્તરમાં છ પોલીસકર્મીઓની હત્યા
20, ઓગષ્ટ, 2011 -બીજાપુરમાં નક્સલી હુમલો, 11 પોલીસકર્મી શહીદ
6, એપ્રિલ, 2010 - માઓવાદી હુમલામાં 73 સીઆરપીએફ જવાનો શહીદ
17, મે, 2010 -નક્સલીઓ દ્રારા કરાયેલા બ્લાસ્ટમાં 14 વિશેષ પોલીસ અધિકારી સહિત 35ની મોત
29,જૂન,2010 -છત્તીસગઢમાં નારાયણપુર ખાતે 26 સીઆરપીએફ જવાન શહીદ
1 જૂલાઈ, 2009 -રાજનાંદગાંવમાં સુરંગ વિસ્ફોટ થતાં 28 સુરક્ષાકર્મી શહીદ
26 ડિસેમ્બર, 2009 -ભાજપ સાંસદ કશ્યપની જગદલપુરમાં હત્યા
17, જુલાઈ, 2007 -નક્સલીઓ દ્રારા દંતેવાડામાં હુમલો, 25ની મોત, 32 ઘાયલ, 250 લાપતા
RP
Reader's Feedback: