બિહારમાં આજે ઢિબરા થાણાના બરંડા મોડ઼ નજીક બપોરે માકપા માઓવાદી દ્રારા લગાવામાં આવેલા બોમથી વિસ્ફોટ થતાં બે જવાન શહીદ હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. વિસ્ફોટમાં સીઆરપીએફ જવાન ઘાયલ થઈ ગયા છે. જેમાંથી 6ની હાલત ગંભીર છે. જોકે અફરાતફરીને કારણે સ્પષ્ટ થયું નથી કે વિસ્ટોફ સ્થળ પર શહીદ થયેલ એક જવાન બિહાર પોલીસનો છેકે પછી સીઆરપીએફ.
શહીદ થયેલા બે જવાનોમાંથી એક જવાને હોસ્પિટલમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. ઘાયલ થયેલા જવાનોમાં ઢિબરા થાણાઅધ્યક્ષ અમર કુમારનો પણ સમાવેશ થાય છે.
વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ જવા પામી હતી. ઘાયલ થયેલા જવાનોની સારવાર ઓરંગાબાદ હોસ્પિટલમાં લઈ રહ્યાં છે. લોકસભા ચૂંટણી વખતે માઓવાદીઓએ વિસ્ફોટ કરીને તંત્રને પડકાર ફેંક્યો છે.
RP
Reader's Feedback: