ગયા મહીને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલના કારની તોડફોડ અંગેના ગુનામાં ભચાઉ તાલુકાના એકલધામના મહંત દેવનાથબાપુ સામેથી પોલીસ મથકે હાજર થતા પોલીસે તેઓની અટકાયત કરી હતી. જો કે ત્યારબાદ કોર્ટમાં રજૂ કરી તેઓ જામીન પર મુકત થયા હતા.
આ બનાવમાં અત્યાર સુધી કોઈની ધરપકડ કરાઈ ન હતી, પરતુ આ બનાવમાં એકલધામના મહંત દેવનાથ બાપુ પણ હોવાનું બહાર આવ્યું હતું . આ વચ્ચે શુક્રવારે તેઓ ભચાઉ પોલીસ માથકે હાજર થતા પોલીસે તેઓની ધરપકડ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે દેવરાજસિંહ દેવલ ઉર્ફે પોશી દેવનાથ બાપુ ગુર અમરનાથ બાપુની અટકાયત કરાઈ હતી. ત્યારબાદ તેઓને કોર્ટમાં રજૂ કરાતા તેઓ જામીન પર મુકત થયા હતા. આ બનાવમાં આ પ્રથમ ધરપકડ કરાઈ હતી. અન્ય લોકોની હવે પછી ધરપકડ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે આ આદમી પાર્ટીના રાષ્ટ્રીફ સંયોજક અરવિંદ કેજરીવાલ ગયા મહિને કચ્છ આવ્યા હતા. ત્યારે ભચાઉ તાલુકાના ખારોઈમાં તેઓના કારના કાફલાને ૪૦ થી ૪૫ લોકોના ટોળાએ રોકી કાળા વાવટા ફરકાવ્યા હતા. સુત્રોચ્ચારની સાથે ટોળામાંથી કોઈ એક વ્યક્તિએ કારના કાચ પર કોઈ હુમલો કરી કાચ તોડી પાડયો હતો. આ બનાવ બાદ ખુદ પોલીસે જ આ બનાવમાં ટોળા સામે ફરિયાદ દાખલ કરી હતી.
MP/RP
Reader's Feedback: