આમ આદમી પાર્ટીના સંયોજક અને વારાણસી બેઠક પરથી મોદી સામે ચૂંટણી લડી રહેલા અરવિંદ કેજરીવાલ આજે દિલ્હી ખાતે ચૂંટણી પ્રચાર કરી રહ્યાં હતાં તે દરમ્યાન કોઈ શખ્સે તેમની પર હુમલો કરી દેતાં રાજકીય વાતાવરણ ગરમાયું હતું.
મળતી માહિતી મુજબ, કેજરીવાલ દિલ્હી ખાતે દક્ષિણપૂરી વિસ્તારમાં રોડ શો કરી રહ્યાં હતાં. તે વખતે તેમની પર હુમલો થયો. હુમલો કરનાર શખ્સે કેજરીવાલને તમાચો માર્યો અને તે સાથે બે મૂક્કા માર્યા જે તેમના ગળાના ભાગે વાગ્યા હતાં.
કેજરીવાલ પર હુમલો થતાં જ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ હુમલો કરનારા શખ્સને ઢોર માર માર્યો હતો અને ત્યાર બાદ પોલીસને સુપત્ર કર્યો હતો. પોલીસના મતે આમ આદમી પાર્ટી તરફથી કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છેકે થોડા દિવસ અગાઉ અરવિંદ કેજરીવાલ હરિયાળામાં ભિવાની ખાતે રોડ શો કરી રહ્યાં હતા. ત્યારે પણ એક શખ્સે તેમની પર હુમલો કર્યો હતો. તે વખતે પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ઉશ્કેરાઈ ગયા હતા અને તે હુમલો કરનાર શખ્સને સારો મેથીપાક ચખાડ્યો હતો. તે વખતે અરવિંદ કેજરીવાલ પોતાના કાર્યકર્તાઓને જણાવ્યું હતું કે ક્યારેય પણ હુમલો થાય ત્યારે હિંસા પર ન ઉતારવાનું જણાવ્યું હતું.
આજે થયેલા હુમલા બાદ અરવિંદ કેજરીવાલે એક ન્યુઝ ચેનલની વાતચીત દરમ્યાન કહ્યું કે મારા ગળાના ભાગે જોરદાર મૂક્કો માર્યો છે. પરંતુ કાર્યકર્તાઓએ હુમલો કરનાર શખ્સને મારવો જોઈતો ન હતો. તેઓ આપણને મારશે કારણ કે તેમનો તો મારવાનો જ ધર્મ છે.
જુઓ વિડીયો
RP
Reader's Feedback: