નરેન્દ્ર મોદી પર આધારિત ફિલ્મનું નિર્દેશન રૂપેશ પૉલ કરવાના છે. રૂપેશ પૉલે કહ્યું કે ફિલ્મનું નામ નમો રાખવામાં આવશે, પરંતુ આ ફિલ્મ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત નહી હોય.
રૂપેશ પૉલે કહ્યું કે મારી ફિલ્મ બોલીવુડની ફિલ્મોની જેમ જ રોમાંચક રાજકીય ફિલ્મ હશે. આ ફિલ્મને માટે કોઈ પણ રાજકીય પાર્ટીએ કોઈપણ પ્રકારની આર્થિક સહાય કરી નથી. આ પ્રકારની ફિલ્મનું નિર્માણ પડકારજનક હોય છે. હું આ ફિલ્મને બનાવવામાં નાની ભૂલ પણ નહી કરી શકું.
રૂપેશ પૉલે કહ્યું કે મને આશા છે કે આ ફિલ્મ મોદીના પ્રશંસકો અને તેમના વિરોધીઓને પણ પસંદ પડશે. ચર્ચા છે કે નરેન્દ્ર મોદીની ભૂમિકાને માટે પરેશ રાવલની પસંદગી કરવામાં આવી શકે છે.
PK
Reader's Feedback: