Home» Sports» Cricket» Lasith malinga may leave ipl

મલિંગા મુંબઈ ઈન્ડિયન્સને ઝટકો આપશે

એજન્સી | April 24, 2014, 03:06 PM IST

કોલંબો :
શ્રીલંકાની ટી-20ના નવા કેપ્ટન તરીકે મુંબઈ ઈન્ડિયન્સના ઝડપી બોલર લસિથ મલિંગાની માર્ચ 2015 સુધી નિમણુંક કરવામાં આવી છે. જે માટે તેણે મે મહિનામાં ઈંગ્લેન્ડ પ્રવાસના કારણે આઈપીએલને અધવચ્ચેથી છોડવી પડી શકે છે. મલિંગાએ આ મહિનાની શરૂઆતમાં બાંગ્લાદેશમાં રમાયેલા ટી-20 વિશ્વકપની ફાઈનલમાં ભારતની ટીમને હરાવીને શ્રીલંકાને ટી-20ના નવા ચેમ્પિયન બનાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. જે માટે શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા વર્લ્ડ ટી-20માં પોતાની ટીમને ચેમ્પિયન બનાવવા માટે ઈનામ આપ્યું હતું. યોર્કર નામે જાણીતો મલિંગા આ પહેલા ટીમનો વાઈસ કેપ્ટન હતો.
 
મલિંગા 20 મેના રોજ ઓવલમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ એકમાત્ર ટી-20 આંતરરાષ્ટ્રીય મેચમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કરશે. જે બાદ શ્રીલંકાએ ઈંગ્લેન્ડમાં પાંચ વન ડે અને બે ટેસ્ટ રમવાની છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડ દ્વારા ટી-20ના કેપ્ટન દિનેશ ચંદીમલની જગ્યાએ શ્રીલંકના ટી-20 ટીમની કપ્તાની લસિથ મલિંગાને કેપ્ટન બનાવ્યો હતો અને ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા દિનેશ ચાંદીમલને બહાર નીકાળી દીધો હતો. ટી-20 ફાઈનલ સહિતની ત્રણ મેચમાં લસિત મલિંગાની કપ્તાનીએ શ્રીલંકાને તાજ અપાવ્યો હતો.
 
એંજલો મેથ્યુસ શ્રીલંકાની વન ડે ટીમના કેપ્ટન તરીકે જાળવી રાખવામાં આવ્યો છે. ડાબોડી બેટ્સમેન લાહિરુ થિરિમાનને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. થિરિમાનને ટી-20 ઉપરાંત ટેસ્ટ અને વન-ડે ટીમનો વાઈસ કેપ્ટન બનાવ્યો છે.
 
 
વેતન વિવાદ નિપટ્યો
 
શ્રીલંકા ક્રિકેટ તથા તેના 13 ખેલાડીઓ વચ્ચે લગભગ બે મહિનાથો ચાલ્યો આવતો વિવાદ પણ ખતમ થઈ ગયો છે. શ્રીલંકાના ક્રિકેટરો વાર્ષિક કોન્ટ્રાક્ટની નવી ફોર્મ્યુલા પર રાજી થઈ ગયા છે. ખેલાડીઓએ આઈસીસીની આવકમાંથી 20 ટકા હિસ્સો મેળવવાની માગ કરી હતી, જેના બદલે 10 ટકા રાખીને વિવાદ સુખદ રીતે સમાપ્ત કરવામાં આવ્યો છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %