સુરત મહાનગર પાલિકા દ્રારા સુરત શહેરને સ્લમ ફ્રી બનાવવાનુ અભિયાન ફરી એકવાર તેજ કરવામા આવ્યુ છે.જેમા મંગળવારે સવારે વેડદરવાજા પાસેના 232 જેટલા ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલીશન કરવાની કાર્યવાહી હાથ ધરવામા આવી હતી. આ કાર્યવાહી દરિમયાન મનપા અધિકારીઓએ સ્થાનીક પોલીસને સાથે રાખીને ડીમોલીશનની કાર્યવાહી હાથ ધરી હતી.
પાલિકાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, કતારગામ ઝોન દ્વારા આજે સવારથી વેડ દરવાજા ખાતે આવેલા નાસિર નગર ૧ અને ૨માં ૨૩૨ મકાનો દુર કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. જેમના મકાન દુર કરવામાં આવ્યા છે તેમને કેન્દ્રની જેએનએનયુઆરએમ યોજના અંતર્ગત કોસાડ અને ભેસ્તાન ખાતે આવાસ ફાળવવામાં આવનાર છે.
આ કેસમાં હજી ૪૦ જણાંને આવાસ ફાળવવામાં આવ્યા નથી. કેમકે નવા મકાન બનાવવા માટેનું લોકેશન હજી મળયું નથી. આ વિસ્તારમાં બીજા ૨૬૦ મકાનો પણ છે જે પણ દુર કરવામાં આવનાર છે.
CP/RP
Reader's Feedback: