આ વાંચીને થોડું આશ્ચર્ય પણ થશે પણ હા આ વાત સાચી છે કે ભારતના સૌથી ધનાઢ્ય વ્યક્તિ મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ અમેરિકાની એક ફર્મમાં નોકરી સ્વીકારી છે. તે આ ફર્મમાં કન્સલટન્ટ તરીકે જોબ કરી રહી છે.
ઈશાએ પોતાના પિતા મુકેશ અંબાણીની કંપની જોઈન્ટ કરતા પહેલા અનુભવ મેળવવા માટે અમેરિકાની ફર્મ મેકીન્સીમાં નોકરી કરવાનુ નક્કી કર્યુ છે. એક બીઝનેસ ન્યુઝપેપરમાં છપાયેલી ખબર મુજબ ઈશાએ અમેરિકાની ખ્યાતનામ યેલ યુનિવર્સિટીમાંથી તાજેતરતમાં જ સાયકોલોજી અને સાઉથ એશીયન સ્ટડીઝમાં સ્નાતક થઈ છે.
રીલાયન્સની ગયા વર્ષે મળેલી એજીએમમાં પિતા સાથે ઈશાએ હાજરી આપી ત્યારે તે લાઈમ લાઈટમાં આવી હતી. મેકેન્સી ફર્મ ભારતના અબજોપતિઓના સંતાનો માટે નોકરી કરવા માટે અને અનુભવ મેળવવા માટે ફેવરીટ હોય તેવુ લાગે છે. આ પહેલા પિરામલ ગ્રુપના માલિક સ્વાતી અને અજય પિરામલની પુત્રીએ પણ મેકેન્સી ફર્મમાં નોકરી સ્વીકારી હતી. અઝીઝ પ્રેમજીના પુત્ર રીશાદે પણ તેમાં થોડા સમય માટે કામ કર્યુ હતુ.
સૂત્રો મુજબ એવું પણ જાણવા મળ્યું છે કે ઈશા અંબાણી આ ફર્મમાં કામ કર્યા બાદ થોડા સમય પછી પોતાના પિતાના બીઝનેસને જોઈન્ટ કરશે.
DP/PK
Reader's Feedback: