(ફાઈલ ફોટો)
નવી દિલ્હી :ટાટાની નેનો ભલે ભારતમાં સફળ ના હાંસલ કરી શકી હોય પરંતુ ટાટાના પૂર્વ ચેરમને રતન ટાટાને હજી પણ ખાસ્સી અપેક્ષાઓ છે. રતન ટાટાનું કહેવું છે કે નેનોમાં હજી પણ માર્કેટમાં છવાઈ જવાની તાકત છે. સાથે જ રતન ટાટાએ માન્યું કે નેનોને દુનિયાની સૌથી સસ્તી કારનો પ્રચાર કરવો તેમની નિષ્ફળતાનું એક કારણ છે. આને સૌથી સસ્તી કાર કરતા કરોડો લોકો માટે સુરક્ષિત કાર કહેવું જોઈતું હતું. જે બે પૈડા પર બેથી વધારે લોકોની સાથે મુસાફરી કરે છે.
ટાટા મોટર્સની નાની કાર નેનોને લઈને રતન ટાટાએ કહ્યું કે નેનોની માર્કેટિંગ એ રીતની ના થઈ જે રીતની થવી જોઈતી હતી. નેનોની માર્કેટિંગ 2 વ્હીલરના મુકાબલામાં કરવી જોઈતી હતી. નેનોને સસ્તી અને સુરક્ષિત મુસાફરીના રીતથી રજૂ કરવી જોઈતી હતી.
ટાટાએ એવું પણ કહ્યું કે સમૂહમાં ભાગીદારી કેટલીક રીતે મોંઘી રહ્યી પરંતુ આર્થિક હાલતથી ગડબડ થઈ. જો કે સમૂહની ભાગીદારીથી યૂરોપ અને અમેરિકાના બજારમાં પકડ બનાવવાની તક મળી. સાથે જ સમૂહ ભાગીદારીથી ટાટા સ્ટીલની ક્ષમતા 50 લાખ ટનથી વધીને 2 કરોડ ટન થઈ.
PK
Reader's Feedback: