Home» India» Governance» Radia tapes ratan tata and cyrus mistry to be examined

રતન તાતા અને સાયરસ મિસ્ત્રીની પૂછપરછ કરશે સીબીઆઈ

Agencies | April 04, 2014, 11:23 AM IST

નવી દિલ્હી :

સીબીઆઈ કોર્પોરેટ લોબિસ્ટ નીરા રાડિયાની ફોન પર પકડવામાં આવેલી વાતચીતની શરૂઆતની તપાસના સિલસિલામાં તાતા સન્સના પૂર્વ ચેરમેન રતન તાતા અને હાલના પ્રમુખ સાયરસ મિસ્ત્રી સાથે સીબીઆઈ પૂછપરછ કરશે. સીબીઆઈના સૂત્રોએ કહ્યું કે એજન્સી તાતા અને મિસ્ત્રી પાસેથી સ્પષ્ટ જવાબ માગશે.

રાડિયાના ફોન ટેપિંગ મામલામાં સીબીઆઈએ બે પ્રાથમિક તપાસમાં તાતા સમૂહનું નામ સામેલ કરવામાં આવ્યું છે. સૂત્રોએ કહ્યું છે કે બન્નેની પ્રાથમિક તપાસમાં તાતા ગ્રુપનું નામ સામેલ કરવામાં આવ્યું છે. સીબીઆઈના પગલા લેવા બાબતે તાતા સન્સના પ્રવક્તાને પૂછતા તેમણે કહ્યું કે અમારી પાસે આ બાબતમાં કોઈ સૂચના નથી. અમને આ બાબતે કંઈ જ ખબર પણ નથી. આ મામલો તાતા મોટર્સ દ્વારા તમિલનાડુ સરકારે જવાહર લાલ નેહરૂ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન યોજના હેઠળ લો – ફ્લોર બસોની સપ્લાય બાબતે છે. હાલ તો આની તપાસ સીબીઆઈની ચેન્નઈ શાખા દ્વારા કરવામાં આવી રહી છે.

અદાલતે એક મુદ્દા પર ખાણ વિભાગના મુખ્ય વિજિલન્સ અધિકારીને પણ તપાસને માટે મોકલવામાં આવ્યું હતું. જ્યારે એક અન્ય બાબતમાં ભારતના મુખ્ય ન્યાયાધીશની પાસે મોકલવામાં આવ્યો હતો. પીઠે કહ્યું હતું કે નીરા રાડિયા અને તેના સાથીઓના વિભિન્ન વ્યક્તિઓની સાથે થયેલી વાતચીતથી એવું લાગે છે કે સ્થાપિત હિતો દ્વારા સરકારી અધિકારીઓથી પોતાના પક્ષમાં કામ કરવાને માટે ભ્રષ્ટ રીતનો ઉપયોગ કર્યો અને એવું લાગે છે કે આને માટે તેમણે અલગથી વળતર મળ્યું હશે.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %