
સુરતમાં મોટી સંખ્યામાં જૈન શ્રાવકો વસવાટ કરે છે. ત્યારે છેલ્લા થોડા સમયથી અડાજણ પાટીયા વિસ્તારમાં આવેલી કલ્પના સોસાયટીની અંદર આવેલા ઉપાશ્રય-દેરાસરને સ્થાનિકોએ તાળા મારતાં વિવાદ સર્જાયો હતો.જેથી મોટી સંખ્યામાં જૈનો ઉપાશ્રય પર ઉમટી પડ્યાં હતાં. અને પોલીસની મદદથી તાળા ખોલવામાં આવ્યાં હતાં.
અડાજણ પાટીયામાં આવેલી કલ્પના સોસાયટીમાં નિરવ શાહના જણાવ્યા અનુસાર છેલ્લા પાંત્રીસેક વર્ષોથી અહિં ઉપાશ્રય-દેરાસર આવેલા છે. પરંતુ છેલ્લા થોડા સમયથી કલ્પના સોસાયટીના રહીશોએ રસ્તાને લઈને વાંધો ઉઠાવ્યો હતો.અને દેરાસરને તાળા મારી દીધા હતાં. જેથી સાધ્વીઓ સહિતના લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતાં મામલો બિચક્યો હતો. આજે સવારે મોટી સંખ્યામાં જૈન શ્રાવકોએ પોલીસની દરમિયાનગિરીથી તાળા ખોલાવ્યા હતાં. અને આગામી સમયમાં આ પ્રકારની ઘટના ન સર્જાય તે માટે મસલત કરવામાં આવી હતી.
જો કે, આ મામલે હજુ કોઈ પોલીસ કેસ નોંધાવવામાં આવ્યો નથી. પરંતુ સ્થાનિકોનો આ પ્રકારનો જ અભિગમ રહેશે તો પોલીસ કેસ કરવાની ચીમકી પણ નિરવ શાહ સહિતના લોકોએ ઉઠાવવાની વાત કરી હતી.
CP/RP
Reader's Feedback: