Home» Women» Women Power» Kathy cross becomes the first female umpire in icc panel

ક્રિકેટના મેદાન પર મહિલા અમ્પાયરિંગ કરશે

એજન્સી | January 30, 2014, 06:17 PM IST

નવી દિલ્હી :
મહિલાઓ દરેક ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની રહી છે તેનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. અત્યાર સુધી વુમન ક્રિકેટ હોય કે મેન ક્રિકેટ તેમાં પુરુષ અમ્પાયર જ જોવા મળતાં હતાં, પરંતુ હવેથી મહિલાઓને પણ  ક્રિકેટના મેદાન પર અમ્પાયરિંગ કરતાં જોઈ શકાશે.
 
ન્યૂઝીલેન્ડની કૈથી ક્રોસને આઈસીસીએ પોતાની અમ્પાયરિંગ પેનલમાં સમાવેશ કર્યો છે. આઈસીસીની અમ્પાયરિંગ પેનલમાં સામેલ થનારી તે પહેલી મહિલા અમ્પાયર છે. તેનું નામ એસોસિએટ તથા સંલગ્ન આંતરરાષ્ટ્રીય અધિકારીઓના વાર્ષિક મૂલ્યાંકન બાદ પસંદ કરવામાં આવ્યું હતું.
 
ક્રોસ સિવાય 2014ની પેનલમાં નિગેલ મોરિસન, સમીર બાંડેકર, માર્ક હાથ્રોન, વાયંડ લોજ, ડેવિજ ઓધિઆમ્બો, બુદ્ધિ પ્રધાન, સારિકા સિવા પ્રસાદ, રિચર્ડ સ્મિથ, ઈયાન રેમેજ તથા કર્ટની યંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. 56 વર્ષીય ક્રોસ આઈસીસી વર્લ્ડ ક્રિકેટ લીગ ડિવિઝન 3થી 6 સુધીની મેચોમાં અમ્પાયરિંગ કરી શકશે. ક્રોસ 2009માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા મહિલા ક્રિકેટ વર્લ્ડકપ તથા ભારતમાં 2013 વર્લ્ડકપ સાથએ પણ સંકળાયેલી હતી.
 
પોતાની પસંદગી અંગે ક્રોસે જણાવ્યું હતું કે, આઈસીસી અમ્પાયર પેનલમાં પોતાની પસંદગી થઈ તેથી હું ખૂબ ખુશ છું.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %