સુપ્રિમ કોર્ટે કર્ણાટક સરકારને દેવદાસી પ્રથા સંદર્ભે નોટીસ પાઠવી છે. જેમાં મુખ્ય સચિવને નિર્દેશ આપવામાં આવ્યો છે. દેવદાસી પ્રથા સંદર્ભે નિર્દેશ આપતા સુપ્રિમ કોર્ટે કહ્યું છેકે જે મંદિરોમાં છોકરીઓનો ઉપયોગ દેવદાસી તરીકે થઈ રહ્યો છે તે મામલે યોગ્ય પગલાં ભરવામાં આવે.
ચીફ જસ્ટિસ પી.સતશિવમના વડપણ હેઠળની પીઠે આ નિર્દશ આપતા કહ્યું કે દેવદાસી પ્રથાની કોઈ પણ ઘટના 13મી કે 14મી ફેબ્રુઆરીએ ન બને તે બાબતે સજાગતા કેળવવામાં આવે.
અરજીકર્તાના વકીલ દ્રારા રજૂ કરવામાં આવેલા મામલે ચીફ જસ્ટિસે કહ્યું કે આ ઘણો મહત્વપૂર્ણ મામલો છે જેની રજૂઆત કરવામાં ઘણો વિલંબ થયો છે.
દેવદાસી પ્રથા અનુસાર, દેવદાસી બનેલી મહિલા પોતાનું સમગ્ર જીવન મંદિર તેમજ ભગવાનની સેવાપૂજામાં સર્મપિત કરી દે છે.
નોંધનીય છેકે દેવદાસી પ્રથા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવેલી જનહતિની અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે ઉતરાંગ માલા દુર્ગા મંદિરમાં દેવદાસીઓ માટેની દેવાર્પણ વિધિ યોજાઈ રહી છે. રાજ્યના દેવનાગર જિલ્લાના મંદિરમાં ગુરુવાર રાતથી શરૂ થયેલા કાર્યક્રમમાં મહિલાઓને દેવદાસી બનાવવામાં આવશે.
આ મામલની ગંભીરતાને સમજીને સુપ્રિમ કોર્ટે કર્ણાટક સરકારને નોટીસ પાઠવીને દાખલ થયેલી પીઆઈએલ સંદર્ભે પોતાનો જવાબ આપવા જણાવ્યું છે.
આ અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છેકે આ દેવદાસી પ્રથા હજૂય દેશના અનેક ઠેકાણે ચાલે છે. આ પ્રથાને રાષ્ટીય શરમ ગણાવતાં અરજીકર્તાએ આ પ્રથાને બંધ કરવા માર્ગદર્શિકા જાહેર કરવાની માંગણી સાથે સુપ્રિમ કોર્ટ હસ્તક્ષેપ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.
RP
Reader's Feedback: