આશિકી 90 ના દસકાની યાદગાર મ્યુઝીકલ મૂવી છે. અને મહેશ ભટ્ટે આશિકી - 2 બનાવી છે જેના પ્રમોશન માટે તેઓએ અમદાવાદની મૂલાકાત લીધી હતી જેમાં કેટલાક રસપ્રદ સવાલોના જવાબ આપ્યા હતા. તો પ્રસ્તુત છે તેમની સાથેનો સંવાદ.
પ્રશ્ન આશિકી 2 એ જૂની આશિકીની રીમેક જ છે.
જવાબ 26મી એપ્રીલે આજથી 23 વર્ષ પહેલા રીલીઝ થઈ ગયેલી ફીલ્મ આશિકી ફરી વાર આશિકી 2 તરીકે ફીલ્મ થીયેટરોમાં ધૂમ મચાવવાની છે. જો તમે પણ આ ભ્રમણાનો શીકાર હોય તો તમને જણાવુ કે આ ફીલ્મ કોઈ રીમેક નથી. આશિકી 2ની સ્ટોરી નવી છે. કલાકાર નવા છે. અને ગીતો પણ નવા છે.
પ્રશ્ન તમે નરેન્દ્ર મોદી વિશે નીવેદનો આપતાં હોવ છો તો આજે તેમના વિશે શું કહેશો ?
જવાબ જુઓ આ મનોરંજનનું મંચ છે તો અહીં હું રાજકારણ અંગે કોઈ વાત નહી કહું. મને ખાત્રી હતી જ કે કોઈ ક તો મને આપ્રશ્ન પૂછશે જ. હું મારા નીડર મંત્વયો રજૂ કરવા માટે પ્રખ્યાત છું હું આ વાત જાણું છું પણ હાલ પૂરતો હું કોઈ પણ ટીપ્પણી નહી કરૂં.
પ્રશ્ન દેશમાં સ્ત્રી સુરક્ષાના મામલે જે ચળવળ ચાલી રહી છે એના વિશે આપનું શું કહેવું છે. ?
જવાબ જૂઓ, એકલી પોલીસ કે કોઈ સંગઠન આ પ્રશ્નને હલ ના કરી શકે આ માટે સમગ્ર સમાજે જાગૃત થવું પડશે. હું પોતે સ્ત્રીઓ સાથે જ મોટો થયો છું. ત્યારે મારી બહેનો જો થોડીક મોડી ઘરે પહોચે ત્યારે મારી માને મેં ગભરાતા જોઈ છે. એટલે કોઈ પણ તંદુરસ્ત સમાજ માટે સ્ત્રી સુરક્ષા સૌથી અગત્યની છે.
પ્રશ્ન આશિકી 2 બનાવવા પાછળનું કારણ ?
જવાબ ઘણી ફીલ્મો પછી અમને યુ સર્ટીફીકેટ મળ્યુ છે. સાવ સાચુ કહું તો હું બોલ્ડ મૂવી કરીને થાકી ગયો હતો. પહેલાના ફીલ્મમાં તમને હીરો હીરોઈન કોટની અંદર કીસ કરતાં જોવા મળશે. એમાં એક સુરક્ષાનો ભાવ પણ છુપાયેલો હતો. એટલે એવું કહી શકાય કે અમારે કોઈ સાફ સુથરી ફીલ્મ બનાવવી હતી. જે એક સાવ સામાન્ય લવ સ્ટોરી હોય.
પ્રશ્ન આપની પુત્રી આલીયા ભટ્ટની જગ્યાએ શ્રધ્ધા કપૂરને લેવા પાછળ કોઈ ખાસ કારણ ?
જવાબ સાવ સાચી વાત કહું તો આ રોલ માટે શ્રધ્ધા પરફેકટ છે કેમ કે મારે એક મીડલ ક્લાસ મરાઠી યુવતીની તલાશ હતી. જે શ્રધ્ધા પર આવીને પૂરી થઈ. આલીયા કદાચ આ પાત્રને આટલો ન્યાય ના આપી શકત. એને મેં તેને હીરોઈન તરીકે લીધી હોત તો પણ તમે મને પૂછત કે તમે આલીયાને કેમ હીરોઈન તરીકે લીધી.
પ્રશ્ન આશિકી 2 બનાવવા માટે ભૂષણકુમાર તમારી પાસે આવ્યા હતા ?
જવાબ હા, આશિકી વખતે પણ ગુલશન કુમાર મારી પાસે આવેલા અને મને કહેલું કે આપણે એક મ્યુઝીકલ લવ સ્ટોરી બનાવીએ તો અને તમે નહી માનો પણ સ્ટોરી સફળ રહી અને આજે પણ આ ફીલ્મ તેના 9 ગીતોને લીધે યાદગાર છે. ત્યારે ગુલશન કુમારનાં પુત્ર ભૂષણ કુમાર અને મે સાથે મળીને આશિકી 2 બનાવી છે, અને જો ભગવાનની દયા હશે તો આશીકી 2 પણ એવી જ સફળતા મળશે.
GJ/DP
Reader's Feedback: