રામ લખન ફિલમમાં વન ટુ કા ફોર દ્વારા અપાર લોકપ્રિયતા મેળવનાર ભારતીય અભિનેતાએ અમેરિકામાં આજથી શરૂ થયેલા ઈન્ટરનેશનલ ઈન્ડિયમ ફિલ્મ એકેડમી (IIFA) એક્સપોને ટાંપા કન્વેનશન સેન્ટર ખાતે ખુલ્લો મુક્યો હતો. ભારતમાંથી વેપાર, પ્રોડક્ટો અને સેવાઓને અમેરિકામાં એક છત નીચે લાવવાના હેતુથી અમેરિકામાં ત્રણ દિવસના એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જે બંને દેશો વચ્ચે વેપાર અને સંસ્કૃતિના આદાનપ્રદાન માટે મહત્ત્વનો બની રહેશે.
અનિલ કપૂરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, એક્સપોને ખુલ્લો મુકતા હું ગર્વની લાગણી અનુભવું છું. આ એક અદભુત કોન્સેપ્ટ છે. વેપારના આદાનપ્રદાન માટે આ એક સુંદર તક છે. હું અહીંયા ઘણા લોકોને જોવા આતુર છું. તાંપા બેના લોકો ખુબ જ પ્રેમાળ છે.
એક્સપોમાં એપેરલ, બ્રાઈડલ વેર, જ્વેલરી, હેન્ડીક્રાફ્રટ્સ, આર્ટ ફેક્ટસ અને ઈન્ડિયન કુસિનના સ્ટોલ જોવા મળશે. એક્સપોના ઉદઘાટન પ્રસંગે સ્લમડોગ મિલિયોનર ફેમ અભિનેતાના પ્રશંસકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને તેઓએ અનિલ કપૂર સાથે હસ્ત ધનૂન કરવાની સાથે ફોટો પડાવવાનું ચૂક્યા નહોતા.
MP
Reader's Feedback: