સંદેશા વ્યવહારના હેતુથી શરૂ થયેલી પતંગ સમય સાથે ઉત્સવના રૂપમાં ફેરવાઈ જવા પામી છે. દેશભરમાં એક જ દિવસે લોકો સાથે મળીને પતંગનો આનંદ લે છે. જેથી ઉત્તરાયણના દિવસે આકાશ જાણે પતંગથી છલકાઈ ગયું હોય તેમ જણાઈ છે.
ગુજરાતના વડોદરા શહેરની વાત કરીએ તો, ગુજરાતના પ્રમુખ તહેવારોમાં ઉત્તરાયણની ગણના થાય છે. જમાં વડોદરામાં પણ આકાશ રંગબેરગી પતંગોથી ઢંકાઈ જાય છે. વડોદરાવાસીઓની ખુશીને ધ્યાને રાખીને પ્રવાસન વિભાગ દ્રારા વડોદરામાં ભવ્ય ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટીવલનું આયોજન થયું છે.
આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં વિવિધ દેશોના 45 પતંગબાજોએ ભાગ લીધો હતો. જ્યારે દેશમાંથી અન્ય સાત રાજ્યોના પતંગબાજો આવ્યાં હતાં.આ પ્રસંગે વડોદરાના મેયર ભરત શાહ, મ્યુનિસિપલ કમિશ્નર મનીષ ભારદ્રાજ, વડોદરાના સાંસદ બાળકૃષ્ણ શુક્લ ઉપસ્થિત રહ્યાં હતાં . દેશ સહિત વડોદરા પણ 14મી જાન્યુઆરી પતંગ ઉડાવે છે. પરંતુ આજના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવે વડોદરાના આકાશને રંગબેરંગી બનાવી દીધું હતું. જેને જોઈને બાળકો સહિત મોટેરા પણ ખુશ થઈ ગયા હતા.
MS/RP
Reader's Feedback: