Home» International» US» Indian origin student kush sharma wins spelling bee after epic 95 rounds

અમેરિકામાં ભારતીય મૂળનો વિદ્યાર્થી સ્પેલિંગ કોમ્પિટિશન જીત્યો

એજન્સી | March 10, 2014, 06:06 PM IST

ન્યૂયોર્ક :
ભારતીયો વિશ્વમાં જ્યાં પણ હોય ત્યાં પોતાની બુદ્ધિચાતુર્યતા અચૂક બતાવે જ છે.  ભારતીય મૂળના 13 વર્ષના વિદ્યાર્થી કુશ શર્માએ અમેરિકાના મિઝુઅરીમાં જેકસન કાઉન્ટી સ્પેલિંગ બી કોમ્પિટિશનમાં કુ 95 રાઉન્ડ રમીને વિજેતા જાહેર થયો હતો.
 
ફ્રન્ટિરીયર સ્કૂલ ઓફ ઇનોવેશનમાં સાતમાં ધોરણના વિદ્યાર્થી કુશએ આ સાથે જ અમેરિકાની જાણીતી સ્કાઈપ્સ નેશનલ સ્પેલિંગ બી કોમ્પિટિશનમાં સ્થાન પાકું કરી લીધું છે. કુશ શર્માએ હાઈલેન્ડ પાર્ક એલીમેન્ટરીમાં પાંચમા ધોરણની વિદ્યાર્થીની સોફિયા હોફમેનને હરાવી હતી. આ બંને વચ્ચે જોરદાર મુકાબલો થયો હતો. અત્યાર સુધી કોમ્પિટિશનના અંતિમ પડાવમાં 20 રાઉન્ડ હતા, પરંતુ આ વખતથી 29 રાઉન્ડ કરવામાં આવ્યા હતા. અંતિમ રાઉન્ડમાં સોફિયાએ સ્ટિફ્લિંગે સ્પેલિંગનું ખોટું ઉચ્ચારણ કર્યું હતું.
 
શર્મા અનો સોફિયા બંનેએ 28 રાઉન્ડમાં 260થી વધારે શબ્દોના સ્પેલિંગ બતાવ્યા હતા. 29માં રાઉન્ડમાં ડેફિનિશન શબ્દનો સ્પેલિંગ યોગ્ય કરવાનો હતો અને શર્માએ કરી દીધું. શર્મા હવે મે મહિનામાં વોશિંગ્ટનમાં યોજાનારી સ્પર્ધામાં પોતાની પ્રતિભા ફરીથી બતાવશે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %