Home» Sports» Hockey» India beat germany 5 4 in world hockey league

હોકી વર્લ્ડ લીગમાં ભારતે જર્મનીને 5-4થી હરાવ્યું

એજન્સી | January 17, 2014, 06:47 PM IST

નવી દિલ્હી :
 
યુવા ફોરવર્ડ મંદીપ સિંહની હેટ્રિક તથા રુપિંદર પાલ સિંહના બે ગોલની મદદથી ભારતે મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી હોકી વિશ્વ લીગ ફાઈનલના પાંચમાં સ્થાન માટે પ્લે ઓફ મુકાબલમાં ઓલમ્પિક ચેમ્પિયન જર્મનીને 5-4થી હરાવ્યું હતું. 
 
સૌથી મોટી જીત મેળવનારી ભારતીય ટીમનો પાંચમા સ્થાન માટે બેલ્જિયમ સામે મુકાબલો થશે. મેચમાં ગોલ કરવાની શરૂઆત જર્મની દ્વારા કરવામાં આ હતી. કોર્ને રમત શરી થયાની માત્ર પાંચ જ મિનિટમાં ગોલ કરીને ખાતું ખોલાવી દીધું હતું. હજી બે મિનિટ પણ થઈ નહોતી ત્યાં જર્મનીની ટીમે ભારતીય પ્લેયરોને જરા પણ મચક આપ્યા વગર પેનલ્ટી કોર્નર દ્વારા બીજો ગોલ કરીને ટીમને 2-0ની સરસાઈ અપાવી દીધી હતી.
 
જે બાદ ભારતે વળતો હુમલો કરીને 18 મિનિટમાં સુંદર ફીલ્ડ ગોલની મદદથી ખાતું ખોલાવ્યું હતું. પરંતુ તે પછી નવમી મિનિટે જર્મનીએ ગોલ ફટકારીને પોતાની લીડને વધારે મજબૂત કરી દીધી હતી. મધ્યાંતર સુધી મહેમાન ટીમ 3-1થી આગળ હતી. મધ્યાંતર બાદનો સમય ભારતના નામે રહ્યો. 39મી મિનિટમાં રૂપિંદરે પેનલ્ટી કોર્નર પર ગોલ કરીને સ્કોર 2-3 કરી દીધો હતો. 41મી મિનિટે મંદીપે ગોલ કરીને ટીમને બરોબરી પર લાવી દીધી હતી. જે પછી ભારતીય ખેલાડીઓનું મનોબળ વધ્યું હતું.
 
આખરી ક્ષણોમાં ભારતે વધુ બે ગોલ ફટકારીને જીત મેળવી હતી.
 
MP
 
 

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %