Home» Crime - Disaster» Terrorism» India among most dangerous places in world

બોમ્બ વિસ્ફોટમાં ત્રીજો સૌથી ભયજનક દેશ છે ભારત

Agencies | March 04, 2014, 12:13 PM IST

નવી દિલ્હી :

શાંતિ અને અહિંસાનો આખી દુનિયાને સંદેશ આપનાર ભારત હવે સૌથી ભયજનક દેશમાં સામેલ થાય છે. એક વર્ષમાં થનારા બોમ્બ વિસ્ફોટની વાત કરીએ તો ભારત દુનિયાનો ત્રીજો અને સૌથી ભયજનક દેશ છે. એક અંગ્રેજી સમાચારપત્ર મુજબ, આ આશ્રર્યજનક આંકડા સરકારના નેશનલ બોમ્બ ડાટા સેન્ટરે જાહેર કર્યા છે. સરકારી આંકડા પ્રમાણે બોમ્બ વિસ્ફોટના બાબતમાં ભારત દુનિયાનો ત્રીજો અને સૌથી ભયજનક દેશ છે. પહેલા સ્થાન પર ઈરાક અને બીજા સ્થાન પર પાકિસ્તાન છે.

સરકારી આંકડા મુજબ આ બાબતમાં અફઘાનિસ્તાન અને સીરિયાની સ્થિતિ ભારત કરતા સારી છે. ભારતમાં અફઘાનિસ્તાન અને સીરિયા કરતા વધારે વિસ્ફોટ થાય છે. રાષ્ટ્રીય ડાટા સેન્ટરના આંકડા મુજબ વર્ષ 2013માં ભારતમાં 212 બોમ્બ બ્લાસ્ટ થયા. આ દરમ્યાન અફઘાનિસ્તાનમાં 108 બોમ્બ બ્લાસ્ટ થયા જ્યારે બાંગ્લાદેશમાં 75 અને સીરિયામાં માત્ર 36 બોમ્બ બ્લાસ્ટ થયા.

ભારતમાં 2013માં 2012ના સરખામણીમાં ઓછા બોમ્બ બ્લાસ્ટ થયા. 2012માં 241 બોમ્બ બ્લાસ્ટ થયા હતા. પરંતુ 2013માં 2012ની સરખામણીમાં વધારે લોકોનો મૃત્યુ થયા. 2013ના બોમ્બ બ્લાસ્ટમાં 130 લોકો મૃત્યુ પામ્યા અને 466 ઘાયલ થયા. 2012માં થયેલા બોમ્બ બ્લાસ્ટમાં 103 લોકો મૃત્યુ પામ્યા જ્યારે 419 લોકો ઘાયલ થયા. આ આંકડાથી એવું પણ ખબર પડે છે કે દુનિયાભરમાં થનાર બ્લાસ્ટ 75 ટકા બોમ્બ બ્લાસ્ટ ઈરાક, પાકિસ્તાન અને ભારતમાં થાય છે.

ગત 10 વર્ષમાં ભારતમાં આઈઈડી બ્લાસ્ટના વિશ્લેષણથી જાણ થઈ છે કે 2004થી 2013ની વચ્ચે ભારતમાં સરેરાશ 298 બોમ્બ બ્લાસ્ટ થયા જેમાંથી 1337 લોકો માર્યા ગયા. આ સંખ્યા અફઘાનિસ્તાનથી વધારે છે. અફઘાનિસ્તાનમાં છેલ્લા પાંચ વર્ષમાં 2010 સુધી વધારેમાં વધુ 209 બ્લાસ્ટ થયા હતા.

PK

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %