Home» International» Rest of The World» In debt woman changes sex discovers he still has to man up and repay

હાય રે મજબૂરીઃ દેવું ચૂકવવામાંથી છટકવા મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યું

એજન્સી | January 31, 2014, 05:16 PM IST

મોસ્કો :
તમે હિન્દી ફિલ્મોમાં એવા ઘણા સીન જોયા હશે જેમાં કોઈ એક્સિડન્ટ બાદ હીરો કે હીરોઈન પ્લાસ્ટિક સર્જરી દ્વારા દેખાવ જડમૂળથી બદલી નાંખે છે અને જે બાદ તેમને કોઈ ઓળખી શકતું નથી. જોકે આ તો ફિલ્મી વાત થઈ, પરંતુ એક મહિલા તેનાથી પણ ચાર કદમ આગળ વધી ગઈ છે. રશિયાની આ મહિલાએ વેશ બદલવાના બદલે સેક્સ જ બદલી નાંખ્યું છે.
 
રશિયાની રહેવાસી નતાલિયા પર ખૂબ દેણું હતું અને કોર્ટ તેને વારંવાર સમન્સ મોકલતી હતી. દેવાથી ઘેરાયેલી 38 વર્ષીય નતાલિયાને ક્યાંયથી પૈસા મળતા નહોતા કે કોઈ વસ્તુ ઉધાર પણ આપતું નહોતું. જ્યારે તેને કંઈ સમજ ન પડી ત્યારે તેણે લેણદારોને આંચકો આપવા માટે લિંગ પરિવર્તન જ કરાવી દીધું અને તે સ્ત્રીમાંથી પુરુષ બની ગઈ.
 
કોર્ટના કર્મચારીઓ મુજબ, દેવામાંથી બચવા માટે મહિલાએ સેક્સ ચેન્જ કરાવ્યું હતું. તપાસ દરમિયાન અમને જાણવા મળ્યું હતું કે નતાલિયા નામની કોઈ મહિલા છે જ નહીં અને અમને તેની જગ્યાએ એક પુરુષ જોવા મળ્યો હતો.
 
સેક્સ ચેન્જ કરાવ્યા બાદ નતાલિયાએ પોતાનું નામ એન્ડ્રિયાના રાખી લીધું હતું. નવો પાસપોર્ટ પણ બનાવી લીધો હતો અને થોડાં પૈસા પણ ઉધાર લીધા હતા. આટલાંથી પણ તેનો છૂટકારો થાય તેમ નહોતું. સેક્સ ચેન્જ કરાવ્યા બાદ પણ તેણે પૈસા ચૂકવવા પડશે. નતાલિયાનો આ તુક્કો પણ કામ ન આવ્યો. તેણે લેણદારોને હિસાબ ચૂક્તે કરી જ આપવો પડશે. જો તેને એમ લાગતું હોય કે તે દેવાની ચૂકવણીમાંથી બચી જશે તો આ તેની ભૂલ છે તેમ કોર્ટના કર્મચારીએ જણાવ્યું હતું. હાલમાં ફરાર એન્ડ્રિયાની પોલીસ શોધખોળ કરી રહી છે.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %