એન્ડ્રોઈડ ફોન વાપરતાં લોકો માટે સારા સમાચાર છે. એપ એન્ડ્રોઈડ પર લોન્ચ કરવામાં આવી છે. આ ફ્રી એપ લોકો માટે ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે તેમ છે. જે તમારા અનેક કામ સરળ કરી શકે ચે અને સમય પણ બચાવી શકે છે. આઈઓએસ માટે આ ફોન પહેલાંથી જ ઉપલબ્ધ હતી.
IFTTT નો અર્થ ઈધ ધીસ ધેન ધેટ છે. નામ પ્રમાણે જ આ એપ જો આમ થાય તો તેમ થઈ શકેની પદ્ધતિ પર કામ કરે છે. આ એપને ઈન્સ્ટોલ કર્યા બાદ ટેબલેટ કે ફોન પર કોઈ કામ આપમેળે જ કરી શકશો. આ એપ તમને તમારી સર્વિસ સાથે કનેકટ કરી આપે છે. એપ બનાવનારી કંપની તરફથી તેને રેસિપી નામ આપવામાં આવ્યું છે.
કોમ્બિનેશનમાં અનેક વસ્તુઓ રાખવામાં આવી છે. ઉદાહરણ તરીકે તમે એવું કોમ્બિનેશન કરી શકો કે જો તમે ફોટો પાડો તો તેના બેકઅપ માટે ફોટાનો ઈમેલ થઈ જાય. આ ઉપરાંત હવામાનના અંદાજનો રિપોર્ટ પણ ઈમેલ દ્વારા મેળવી શકો છો.ઓલ ટાઈમ હીટ કોમ્બિનિશન છે. કોન્ટેક્સને ગૂગલ સ્પ્રેડશીટમાં બેકઅપ લેવાનો આજના સમયમાં સૌથી વધુ ટ્રેન્ડ છે.જો આવતીકાલે વરસાદ પડવાની શક્યતા હોય તો તેનું નોટિફિકેશન પણ મળશે.
MP
Reader's Feedback: