એશા કંસારા, ‘ભાભી’, સોની ટીવી
મારા સ્કુલના મિત્રો મારા બેસ્ટ ફ્રેન્ડ્સ છે. મારા મતે ફ્રેન્ડશીપ એટલે એકબીજાને સમજવું. એકબીજાની મુસીબતના સમયે તેની સાથે રહેવું. મિત્રતા એક અનકન્ડીશનલ પ્રેમ છે, જેમાં કોઇપણ પ્રકારની કન્ડીશનને સ્થાન નથી. આ વખતે ફ્રેન્ડશીપ ડેના દિવસે હું શૂટીંગમાં બીઝી હોવાથી મારા મિત્રોને ખૂબ જ મિસ કરી રહી છું. પણ રાત્રે હું મારા મુંબઇના ફ્રેન્ડ્સ સાથે ફરવા ગઇ હતી. અમે કેટલીક રમતો રમ્યા અને ખૂબ એન્જોય કર્યું. હું મારી પહેલી એક સ્કુલ ફ્રેન્ડને ખૂબ મિસ કરી રહી છું. અમે સતત એકબીજાના સંપર્કમાં રહ્યા છીએ અને અમારી દોસ્તીને 10 વર્ષ પૂરા થયા છે. મારા દરેક મિત્રોને હેપી ફ્રેન્ડશીપ ડે.
સૌમ્યા શેઠ, ‘દિલ કી નઝર સે...ખૂબસૂરત’, સોની ટીવી
મારી બહેન મારી બેસ્ટ ફ્રેન્ડ છે. જે મને ક્યારેય કોઇપણ બાબતને લઇને એકલી મૂકતી નથી. મારી બહેન ફ્રેન્ડશીપ ડે ના દિવસે મારા માટે ખાસ તૈયારીઓ કરે છે. મારા માટે ફ્લાવર્સ લાવે છે, ચોકલેટ્સ લાવે છે અને એકદમ અલગ એવી મેગી અને નાળિયેર પાણી પણ તૈયાર રાખે છે. તે સિવાય સુંદર અને અમેઝીંગ મેસેજીસ મોકલે છે. આવું ક્યારેય ભૂલી શકાય. હું આ બધુ મિસ કરી રહી છું. મને મારી સ્કુલ અને કોલેજના મિત્રો પણ ખૂબ યાદ આવે છે. હું દરેકને તો મળી શકતી મથી પણ મારી ફેમીલી મારી મિત્રોની ખોટને પૂરી કરી દે છે. હું મારા દરેક મિત્રોને હેપી ફ્રેન્ડશીપ ડે વીશ કરું છું. તમે જ્યા પણ હો ખુશ રહો.
આશીયા કાઝી, ‘ન બોલે તુમ...’, કલર્સ
મારા દરેક મિત્રો મારા માટે ખૂબ જ ક્લોઝ છે. મિત્રતા ખૂબ જ ટ્રાન્સપરન્ટ રિલેશન છે. એકદમ નિર્દોષ અને નિસ્વાર્થ રિલેશન હોય તો તે મિત્રતાનું છે. આ વખતે મારા ઇન્ડસ્ટ્રીના મિત્રો સાથે ફ્રેન્ડશીપ ડેને સેલિબ્રેટ કર્યો. મારા સ્કુલ અને કોલેજના મિત્રોને હું ખૂબ જ મિસ કરી રહી છું. તેઓ મારા એ વખતના મિત્રો છે, જ્યારે હું ફ્કત પોતાને જ ઓળખતી હતી. દુનિયા મને નહોતી ઓળખતી પણ મારા મિત્રો મને ઓળખતા હતા. શૂટીંગના હેક્ટીક શિડ્યૂલના કારણે હું તેમને મળવા જઇ શકી નથી પણ એટલુ જરૂર કહીશ કે મિત્રો હું તમને ખૂબ મિસ કરી રહી છું. હેપી ફ્રેન્ડશીપ ડે.
અવિનેશ રેખી, ‘મધુબાલા’, કલર્સ
મિત્રોનું સ્થાન જીવનમાં ખૂબ જ મહત્વનું હોય છે. તે એક જ એવી વ્યક્તિ છે, જે તમારી અંદરની દુનિયાને ખૂબ જ સારી રીતે જાણે છે. તમારા મનને વાંચી શકે છે. તમારી લાગણીને તે સાચવી અને સમજી પણ શકે છે. મારા મતે મારી સૌથી બેસ્ટ ફ્રેન્ડ મારી પત્ની રાઇશા છે. તેણે જીવનમાં મને હરહંમેશ સપોર્ટ કર્યો છે. અમે દર વખતે ફ્રેન્ડશીપ ડે ના દિવસે બહાર ડિનરનો પ્લાન કરીએ છીએ પણ આ વખતે ફેમીલી સાથે ઘરે રહેવાનું વિચાર્યું હતું. તે સિવાય હું મારા સ્કુલ અને કોલેજના મિત્રોને પણ ખૂબ જ યાદ કરું છું. મારું મિત્રોનું લિસ્ટ ખૂબ જ લાંબુ છું. તે દરેકને હેપી ફ્રેન્ડશીપ ડે.
શમીમ મન્નન, ‘સંસ્કાર ધરોહર કી’, કલર્સ
ઇન્ડસ્ટ્રીમાં મારું કોઇ ખાસ ફ્રેન્ડ નથી. મારો કોલેજનો મિત્ર અતુલ મારો ખાસ ફ્રેન્ડ છે. અમે કોલેજના સમયથી એકબીજાના ખાસ ફ્રેન્ડ છીએ અને એકબીજાને ખૂબ જ સારી રીતે સમજી શકીએ છીએ. મિત્રતા મારા માટે એકબીજા પાસે કોઇપણ પ્રકારની અપેક્ષા ન હોવી જોઇએ. બને જણા કોઇપણ નિર્ણય લો તેમાં એકમત હોવો જરૂરી છે. આ વખતે મારા બીઝી શિડ્યૂલના કારણે અમે સેલિબ્રેટ કરી શકીએ તેમ નથી પણ જ્યારે પણ સમય મળશે અમે જરૂર એન્જોય કરીશું. સ્કુલના સમયના મિત્રો પણ યાદ આવે છે, તે વખતે સ્કુલમાં ફ્રેન્ડશીપ ડે ના દિવસે ફ્રેન્ડશીપ બેન્ડ બાંધતા. કોને કેટલા બેન્ડ મલ્યા છે, તે ગણવાની મજા જ કંઇક અલગ હતી. હું મારી સ્કુલ ટાઇમની ફ્રેન્ડ અનુષ્કાને ખૂબ યાદ કરું છું.
અયાઝ ખાન, ‘દો દિલ, એક જાન’, લાઈફ ઓકે
હું મારા હોમટાઉનના ફ્રેન્ડ્સ અરશદ, એબી, વિશાદને અહીં ખૂબ જ મિસ કરી રહ્યો છું. અહીં મુંબઇમાં પણ મારા મિત્રો ફરહાદ છે. મારા માટે દોસ્તી જીવનનો સૌથી સુંદર પાર્ટ છે. જ્યારે કોઇપણ વ્યક્તિ ટેલિવિઝન સાથે જોડાય અને તેમાં પણ લીડ રોલ પ્લે કરતી હોય ત્યારે તે વ્યક્તિની સોશિયલ લાઇફ પૂરી થઇ જાય છે. મિત્રો સાથે સમય ઓછો પસાર કરે છે. પણ મિત્રો હંમેશા દિલમાં સાથે જ રહે છે. મિત્રનું સ્થાન જીવનમાં ખૂબ મહત્વનું છે, તે એવો હોવો જોઇએ કે આંખ જોઇને જ તમારા મનની વાતને સમજી શકે. જૂના મિત્રોને યાદ કરું છું. જોકે નવા મિત્રો પણ મળે છે. જે લોકો તમને ટીવી પર જુએ છે, મેસેજ કરે છે, કોલ કરે છે. તમને પસંદ કરે છે. આજે શૂટીંગના કારણે ક્યાંય એન્જોય કરવાનો પ્લાન નથી પણ મિત્રોને જ્યારે પણ મળું છું ત્યારે એન્જોય કરી લઉં છું. તેના માટે ફ્રેન્ડશીપ ડે ના દિવસે જ એન્જોય કરવું અને મળવું તે મહત્વનું નથી.
મૃણાલ જૈન, ઉતરન, કલર્સ
હું મારી માતા વિદ્યા અને મારી જાતને જ મારાં શ્રેષ્ઠ મિત્ર માનું છું. હું એમની સાથે મારી નાનામાં નાની વાતો શેર કરું છું. મારા માટે એ મારી સમસ્ત દુનિયા છે. અને એમ પણ હું માનું છું કે મિત્રતા એ હ્રદયથી હ્રદયનું જોડાણ છે. એમાં તમે કશું કહ્યા વિના જ તમારા મિત્રની વાત સાંભળી અને સમજી લો છો. મેં મારી માતા અને મારા મિત્રો સાથે જ ફ્રેન્ડશીપ ડે ઉજવ્યો. મને મારા મિત્રો સાથે વાત કરવું ખૂબ ગમે છે. સારાં મિત્રો સાથેની ચર્ચા તમને ખૂબ જ સારી બાબતો શીખવે છે અને નવી ઊંચાઈઓ સર કરવા માટેની તક પૂરી પાડે છે. હું મારા સ્કૂલ કે કોલેજનાં મિત્રોને મિસ કરવા કરતાં એમને સતત યાદ કરતો રહું છું. હું એમની સાથે રહીને જ નાનેથી મોટો થયો છું. ગૌરવ અને સંદીપ મારા ખાસમખાસ મિત્રો છે.
MPB / KP
(નોંધ – ઉપરોકત વિચારો લેખકના પોતાના છે જીજીએન તેની સાથે સહમત છે એમ માની લેવું નહીં.)
Reader's Feedback: