આગામી દિવસોમાં આવી રહેલ રંગોનો તહેવાર એટલે કે હોળી. આ તહેવારની રાજકોટ સહીત દેશભરમાં રંગે ચંગે ઉજવણી કરવામાં આવે છે.ત્યારે આ હોળીના તહેવારનું રાજસ્થાની લોકો માટે કઈક અનેરું મહત્વ રહેલું છે. છેલ્લા ઘણા વર્ષોથી રાજકોટમાં સ્થાયી થયેલા રાજસ્થાની પરિવારો હોળીના તહેવારની ઉજવણી કરવા માટે રાજસ્થાન જઈ શકતા નથી. જેથી આ પરિવારો રાજકોટમાં જ દર વર્ષે રંગે ચંગે હોળીની ઉજવણી કરે છે.
રાજસ્થાનથી રાજકોટ આવીને અનેક પરિવારો વસવાટ કરી રહ્યા છે ધંધા વ્યવસાયમાં વ્યસ્ત બની ગયેલા આ રાજસ્થાની પરિવારો પોતાના પ્રિય તહેવાર હોળી ઉપર પણ રાજસ્થાન નહિ જઈ સકતા હોવાથી આ રાજસ્થાની પરિવારો માટે રાજસ્થાન યુવક મંડળ દ્વારા છેલ્લા 6 વર્ષથી રાજકોટના મેઘની રંગ ભવન ખાતે રાજસ્થાની હોળીનું આયોજન કરવામાં આવે છે.
આ રાજસ્થાની હોળીમાં રાજકોટમાં રહેતા દરેક રાજસ્થાની પરિવારો ખાસ ઉપસ્થિત રહે છે અને રંગે ચંગે લાકડી વડે નૃત્યો કરીને હોળીનો રંગ એકબીજાને ઉડાડીને ઉલ્લાશ્ભેર ઉજવણી કરતા હોય છે.એક મેક ની ભાન ભૂલીને આ રાજસ્થાની પરિવારો ઉમંગભેર હોળીના તહેવાર પૂર્વે હોળીની ઉજવણી કરે છે, ત્યારે આજે પણ આ રાજસ્થાન યુવક મંડળ દ્વારા આજે રાજસ્થાની હોળીનું આયોજન કર્યું હતું અને ઉમંગભેર ઉજવણી કરી હતી આ રાજસ્થાની હોળીના કાર્યક્રમમાં ખાસ રાજસ્થાનના ધારાસભ્ય હાજરી આપવા માટે ઉપસ્થિત રહ્યા હતા. અને રાજસ્થાની કલા અને સંસ્કૃતિનો વરસો જે રાજકોટમાં પણ જીવિત રાખ્યો છે તે બદલ યુવક મંડળના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.
JJ/RP
Reader's Feedback: