ભારત દેશને આઝાદી અપાવનાર મહાત્મા ગાંધી બાપુ દ્વારા આજથી 75 વર્ષ પહેલા રાજકોટના રાજવીઓ અને શાસક પક્ષ દ્વારા લોકો ઉપર નાખેલા કરવેરો દુર કરવા માટે 4 દિવસ ઉપવાસ કર્યા હતા અને કરવેરો દૂર કરવામાં ગાંધીજીએ સફળ રહ્યાં હતાં.
આજના દિવસે ગાંધીજીના વિચારો પ્રસરે તે માટે આજથી હીરક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં વિદ્યાર્થીઓ દરરોજ એક દિવસ ઉપવાસ કરશે અને એ એક દિવસ દરમિયાન વિદ્યાર્થીઓને ગાંધીજીની ફિલ્મો અને તેમના પુસ્તકો દેખાડવામાં આવશે.
1939 ની સાલમાં રાજકોટના રાજવીઓ અને શાસકો દ્વારા રાજકોટની પ્રજા ઉપર કરવેરો નાખવામાં આવ્યો હતો. આ કરવેરાથી પ્રજાજનો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. આ કરવેરા નાબુદ કરવા માટે સત્ય અને અહિંસાના અનુયાયી એવા ગાંધી બાપુ દ્વારા 3 માર્ચથી 7 માર્ચ સુધી ઉપવાસ ખંડમાં ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું .જેના પડઘારૂપે કરવેરો નાબુદ પણ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે આજે 75 વર્ષ પછી ગાંધીજીના વિચારોને જાગૃત રાખવા માટે અને તેમના વિચારો વધુ ને વધુ પ્રસરે તેવા શુભ હેતુસર આજથી 7 માર્ચ સુધી રાષ્ટ્રીય શાળાના પ્રાર્થના ખંડ ખાતે હીરક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
આ હીરક મહોત્સવ અંતર્ગત દરરોજ વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અહિયાં આવશે અને એક દિવસ સવારથી સાંજ સુધી ઉપવાસ કરશે.તે ઉપરાંત દરેક વિદ્યાર્થીઓને ગાંધીજીના જીવનને સ્પર્શ કરતી પુસ્તકો વાંચવામાં આવશે અને ગાંધીજીની ફિલ્મો બતાવવામાં આવશે વિદ્યાર્થીઓ ગાંધીજીના વિચારો પોતાના જીવનમાં ઉતારે અને અન્ય લોકોને આ વિચારોનું પ્રદાન કરે તેવા શુભ હેતુસર આ હીરક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
JJ/RP
Reader's Feedback: