Home» Sports» Indoor Games» High court declines to stay inquiry against jwala

જ્વાલાને દિલ્લી હાઇકોર્ટની ફટકાર

એજન્સી | October 26, 2013, 12:31 PM IST

નવી દિલ્હી :

દિલ્હી હાઇકોર્ટે ભારતીય બેડમિન્ટન ખેલાડી જ્વાલા પર ચાલી રહેલ તપાસ પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. ભારતીય બેડમિન્ટન સંધે જ્વાલા વિરુદ્ધ રમતમાં ગેરશિસ્ત મામલે તપાસ કરવા એક સમિતિની રચના કરી હતી. સમિતિએ જ્વાલાને ગેરશિસ્ત બદલ પગલા કેમ ન ભરવા આ અંગે કારણદર્શક નોટીસ ફટકારી હતી.

જ્વાલાએ સંધ દ્વારા ફટકારેલ કારણદર્શક નોટીસને દિલ્લી હાઇકોર્ટમાં પડકારી હતી. અને તપાસ પર રોક લગાવવા માંગ કરી હતી. ન્યાયમૂર્તિ વી.કે.જૈને 10 ઓક્ટોબરના નિર્ણયના સંદર્ભમાં કહ્યું કે આ કેસમાં અંતિમ આદેશ આપવાની જરૂરીયાત દેખાતી નથી કેમ કે કોર્ટે જ્વાલાને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટોમાં ભાગ લેવાની મંજુરી આપેલી છે.

જસ્ટીસ જૈને સમિતિને પોતાનું કામ ચાલુ રાખવા આદેશ આપ્યો છે અને કહ્યું છે કે જો જ્વાલાને સમિતિના નિર્ણયથી કોઈ સમસ્યા હોય તો કોર્ટ પાસે આવી શકે છે. કોર્ટે જ્વાલાને સંધ દ્વારા ફટકારેલ કારણદર્શક નોટીસનો બે સપ્તાહમાં જવાબ આપવા જણાવ્યું છે.

KT/DT

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %