Home» Sports» Indoor Games» Have made new strategy against carlson vishwanathan anand

કાર્લસનને હરાવવા નવી રણનીતિ તૈયાર કરી રહેલો વિશ્વનાથન આનંદ

એજન્સી | April 03, 2014, 03:22 PM IST

નવી દિલ્હી :
કેંડિડેટ્સ શતરંજ ટુર્નામેન્ટ જીતીને ફોર્મમાં આવેલા શતરંજ ખેલાડી વિશ્વનાથન આનંદ હાલમાં દુનિયાના નંબર એક ખેલાડી મેગ્નસ કાર્લસનને પછડાટ આપવા નવી તૈયારીમાં લાગ્યો છે. જેની પાછળનું કારણ તેને ચાલુ વર્ષના અંતમાં વિશ્વ ચેમ્પિયન ખિતાબ પરત મેળવવાનું છે.
 
આનંદે કહ્યું હતું કે મેં રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. મારે કઈ રીતે રમવું જોઈએ તે અંગે વિચારી રહ્યો છું. આગામી થોડા સમયમાં મારા વિચારોને નકકર રૂપ આપીને રણનીતિ બનાવીશ. આ મહિને મેં બ્રેક લીધો છે. પાંચવારના વિશ્વ ચેમ્પિયન આનંદને ગત વર્ષે નવેમ્બરમાં કાર્લસને વિશ્વ ચેમ્પિયનશિપ મેચમાં હરાવ્યો હતો. હવે 2014ના ફિડે કેન્ડિડેટ્સ ટુર્નામેન્ટ જીતીને ફોર્મમાં આવેલો આનંદ પાસે હીસાબ સરભર કરવાનો અનોખો અવસર છે.
 
તેણે જણાવ્યું હતું કે, મને ખબર છે કે મારે કાર્લસન સામે રમવાનું છે. હું મારી રણનીતિનો ખુલાસો નહીં કરું. હાલમાં મારે તે અંગે કોઈ ચર્ચા કરવી નથી. મેચ અંગે વાત કરતા કહ્યું હતું કે, તે મેચ ખૂબ મહત્ત્વપૂર્ણ હશે. આ જીત મારા માટે ખૂબ મહત્ત્વની હશે, જેનાથી વિચારશ્રેણી બદલવામાં મદદ મળે છે.
 
આનંદે ઉમેર્યું હતું કે, સંજોગો પૂરી રીતે બદલાયા નથી, પરંતુ કેટલાંક સારા પરિણામોથી બધું બદલાઈ જતું હોય છે. તેથી આવી જીત જરૂરી હોય છે. તેનાથી બધુ જ સકારાત્મક થઈ જાય છે. આનંદે  ગત વર્ષે  કાર્લસન સામે આક્રમક રમત રમી ન હોવાની નિખાલસ કબૂલાત પણ કરી હતી.
 
MP

Reader's Feedback:

blog comments powered by Disqus

Today Cartoon

GGN Voice
 
Radisson

Opinion Poll

 
અરવિંદ કેજરીવાલ વારાણસીમાં મોદી સામે જીતી શકશે ?
હાં. જીતી જશે 80.92 %
નાં. હારી જશે. 18.61 %
કહીં ન શકાય. 0.47 %